SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૩૫ અઢાર ગેય દોહરાની છે. આ પ્રકારના આકારથી આ રાસ ગેય છે. બાકી વિષયની દૃષ્ટિએ શ્રાવકોએ પાળવાના વિવિધ આચારોનો એમાં ઉપદેશમાત્ર છે. કવિ પ્રતિજ્ઞા કરે છે કે – કઈ બોલ જિ લોકપ્રસિદ્ધા, ગુરુ-વિએસઈ કેઈ લિદ્ધા. તે ઉપદેશ સુણઉ સવિ રૂડા, કુણઈ આલ મ દેવો કૂડા ||૩|| જાણઉ ધરમ, મ જીવ વિણાસુ, અણજાણિઈ ધરી મ કરિસિ વાસુ ચોરીકારુ ચડઇ અણલીધી, વસ્તુ સુ કિમઈ મ લેસિ અદીધી |૪|| પરિ ઘરિ ગોઠિ કિમઈ મ જાઇસિ, કૂડG આલુ તું અહિયાં પામિસિા જે ઘરિ હુઈ એકલી નારિ, કિમઈ મ જાઈસિ તેહ ઘરબારિ પાળ [કોઈકોઈ બોલ લોકમાં પ્રસિદ્ધ છે, કેટલાક ગુરુના ઉપદેશથી મેળવ્યા છે તો બધા રૂડો ઉપદેશ સાંભળો. કોઈના ઉપર કૂડાં આળ ચડાવશો નહિ, ધર્મ જાણો. જીવોનો વિનાશ ન કરો. અજાણ્યા ઘરમાં વાસ કરશો નહિ; ન લીધી હોય એની ચોરીનું આળ પણ ચડે; માટે કોઈએ દીધી ન હોય તેવી વસ્તુ લેશો નહિ. પારકે ઘેર વાતચીત માટે કોઈ રીતે જવું નહિ; (જઈશ તો) ખરાબ આળ તારે મોઢા ઉપર સાંભળવાં પડશે. જે ઘરમાં એકલી સ્ત્રી હોય તે ઘરમાં તું કોઈપણ રીતે જઈશ નહિ. શ્રાવકોને ઉદ્દેશી કહેલી હોવા છતાં સર્વસામાન્ય જનતાને પણ એટલી જ ઉપયોગી શિખામણો આ પદ્યગ્રંથમાંથી મળી શકશે. આ રાસની પૂર્વ છેક ઈ. ૧૧૧૫માં જિનદત્તસૂરિની ‘ઉપદેશરસાયન' રચના અપભ્રંશમાં રચાયેલી તે બરાસ' કહેવાઈ છે તેવી જ રીતે આ કૃતિને તત્કાલીન વિકસતી આવતી ભાષામાં રચાયેલી “રાસ' રચના ગણવાની છે. કોઈ “આસિગ' કે “આસગ' નામના જૈન રાસલેખકના બે રાસ જાણવામાં આવ્યા છે : “જીવદયારાસ' અને “ચંદનબાલારાસ'. આમાંના પહેલા રાસને અંતે કર્તાએ આ રાસ ક્યાં ક્યારે રચ્યો એનો નિર્દેશ કર્યો છે : સંવત બારહ સંય સત્તાવન્નઈ વિક્કમકાલિ ગયઈ પડિયુંના આસોહં સિય સત્તમિહિ હલ્યોહત્યેિ જિણ નિખાયા સંતસૂરિપયભરચરિયું રયી રાસુ ભવિયાં મણ-મોહણું //પરા (વિક્રમના ગત વર્ષ ૧૨૫થઇ. ૧૨૮૧)માં આસો સુદિ સાતમને દિવસે એક હાથે (ઝડપથી) શાંતિસૂરિનાં ચરણોમાં રહીને ભવ્ય જનોનાં મનને મોહ કરનારા આ રાસની પોતે રચના કરી). ૫૩ કડીના આ પદ્યગ્રંથમાં બીજીથી પ૩મી સુધીની કડીઓમાં પહેલાં બે ચરણ ચરણાકુલનાં પ્રાસવાળાં છે, જ્યારે બાકીનાં બબ્બે અડધિયાં અને પહેલી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy