SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ ભાષાઓની એ મધ્યકાલીન ભૂમિકાઓ સાચવતી સંખ્યાબંધ રચનાઓ હસ્તલિખિત સ્વરૂપમાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. વિકાસની દૃષ્ટિએ જોતાં “સંદેશક-રાસક'ની ભાષાભૂમિકા વિકાસના સોપાન ઉપર પગલાં માંડતી લાગે છે. આ વિકાસનાં બીજ આચાર્ય હેમચંદ્ર આપેલા અપભ્રંશ દોહરાઓમાં સ્પષ્ટ સ્વરૂપમાં જોવા મળે છે; તેથી જ સમયની દૃષ્ટિએ આચાર્ય હેમચંદ્રનો સમય અને “સંદેશક-રાકના કર્તા અબ્દુર રહેમાનનો સમય એક હોય તો એમાં આશ્ચર્ય નહિ હોય. મુલતાનથી લઈ મારવાડ દ્વારા ખંભાત સુધીનો વ્યવહારમાર્ગ સારી રીતે સ્થાપિત સ્વરૂપમાં હોવાનું આ રાસની વિગતોથી કહી શકાય એમ છે. આ સમગ્ર પ્રદેશની વ્યવહારભાષા પણ સમાન હોવાની એટલી જ શક્યતા છે અને એ “ગૌર્જર અપભ્રંશ.” પાટણના એક સમર્થ કવિ જૈનાચાર્ય હરિભદ્રસૂરિએ પાટણમાં જ રહીને નેમિનાહચરિઉ' નામક વિશાળ સંધિકાવ્ય ચૌલુક્યરાજ કુમારપાળના સમયમાં ઈ.૧૧૫૯ના કાર્તિક માસમાં રચ્યું હતું, જેની ભાષા ગૌર્જર અપભ્રંશનું જ સાહિત્યિક રૂપ હોવાના વિષયમાં હવે વિદ્વાનોમાં મતભેદ રહ્યો નથી.૬૫ “સંદેશક-રાસક' (અબ્દુર રહેમાન) પણ આ પ્રકારનું ભાષાસ્વરૂપ સાચવી રાખે છે, જેમાં ઉત્તરકાલીન વિકાસનાં એંધાણ બહુ સ્પષ્ટ સ્વરૂપમાં જોવા મળે છે. આ રાસના કર્તાને ખંભાતની જાહોજલાલીનો પ્રત્યક્ષ પણ અનુભવ હોવાની ઓછી શક્યતા નથી; એ કદાચ પોતાના પશ્ચિમ દેશમાંથી ખંભાત આવીને રહ્યો હોય, જ્યાં એ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષાઓમાં નિપુણ બન્યો હોય, ગીતવિષયક પ્રાકૃત કાવ્યોની રચનામાં નિપુણતા મેળવવા શક્તિમાન બન્યો હોય. ખંભાત અને ભરૂચ વચ્ચે નષ્ટ થઈ ચૂકેલા ચેમૂરનગરમાં મુસ્લિમ વસ્તી હોવાનું જાણવામાં આવ્યું છે, ત્યાં એનો પૂર્વજ આવી વસ્યા પછી અબ્દ રહેમાન ખંભાતમાં વસ્યો હોય. એ મુલતાન અને સામોરનગરને જાણે છે; એ પશ્ચિમ મારવાડના ‘વિજયગર' (વિક્રમપુર)ને પણ જાણે છે અને ખંભાત"ને જાણે છે. આ વચ્ચેના માર્ગોની સુરક્ષિતતા જોતાં એ એવા સમયમાં થયો લાગે છે કે જે સમયે આ પ્રદેશમાંથી પસાર થવું સામાન્યતઃ સરળ હતું. આ સમય ચૌલુક્યરાજ સિદ્ધરાજ અને કુમારપાળનો કહી શકાય. એના કાવ્યની સ્વાભાવિકતા તેમજ પ્રૌઢિ અને વિશેષમાં તો મૌલિકતા, પશ્ચિમ દિશામાં આવેલા પ્લેચ્છ દેશના મૂળ વતની, વણકરનો ધંધો કરનારા મીરસેણમીરહુશેન)ના પુત્ર આ અબ્દુર રહેમાનને પશ્ચિમ ભારતના કવિઓમાં – ખાસ કરીને ભાષાકવિઓમાં - ઉચ્ચ પ્રકારનું સ્થાન અપાવવાનું બળ આપે છે. ભાષાઓ, છંદો અને રસ-અલંકારો ઉપરનો કાબૂ ઉચ્ચ પ્રકારનો છે. એની આ ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ'ના આરંભની રચનામાં એ મહારાષ્ટ્રી પ્રાકૃતનાં પણ પધો અત્રતત્ર આપે છે અને એ પણ કાવ્યતત્ત્વથી સભર. અને આ રાસક-કાવ્ય “દૂતકાવ્ય' હોવા ઉપરાંત “ઋતુકાવ્ય' પણ છે. આમ બેઉ પ્રકાર
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy