SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ એનો ઉત્તર સમકાલીન ધારાનરેશ ભોજદેવ આંગિક અભિનયમાત્રથી નર્તકો જે વ્યક્ત કરે છે તેવા લાસ્ય' “તાંડવ' છલિક “સંપા એ ચારની સાથે હલ્લીસક અને રાસને ઉમેરી છ વૃત્તપ્રકાર માત્ર કહે છે, જ્યારે એનો જ ઉત્તર સમકાલીન વાલ્મટ એના “કાવ્યાનુશાસન'માં અભિનય રૂપક અને ગેય રૂપકની જુદીજુદી ગણતરી કરાવતાં હલ્લીસક” અને “રાકને ગેય કહી ચિરંતનોએ કહેલાં “ગેય રૂપક' કહે છે. * આચાર્ય હેમચંદ્ર પણ આ જ વ્યાખ્યા સ્વીકારી છે, એ પણ વિલક્ષણતા તો એમના શિષ્ય અને નાટ્યદર્પણકાર રામચંદ્ર આપી છે, જેઓ રસરું અને નિરિસ: એવા બે ભેદ અલગઅલગ આપે છે. તેઓ અનેક નર્તકીઓથી યોજ્ય “રાસકને તદ્દન જતું કરી જેમાં સોળ, બાર કે આઠ નાયિકાઓ નૃત્ત કરે છે અને જેમાં પિંડબંધ વગેરેનો વિશ્વાસ છે તેને રાસક(નપુ) કહે છે, જ્યારે આસક્તિથી વસંત ઋતુનો આશ્રય કરી જ્યાં પૃથ્વીપતિના ચરિત્ર વિશે સ્ત્રીઓ નૃત્ત કરે છે તેને નાટ્યશાસકપુ) કહે છે. * સાહિત્યદર્પણકાર વિશ્વનાથ અઢાર જેટલાં ઉપરૂપકો ગણાવી એમાં “નાટ્યરાસક “રાસક” અને “હલ્લીશ’ની વ્યાખ્યાઓ આપતાં ત્રણેને એકાંકી રચનાઓ હોવાનું કહે છે. આમ એ નાટ્યરચનાઓ થઈ ચૂકી છે, હવે આ ગેય નૃત્તો રહ્યાં હોય એમ લાગતું નથી, પરંતુ ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભાષાભૂમિકામાં પ્રાપ્ત થતા રાસ તો સ્પષ્ટરૂપે ગેય કોટિના જ છે અને “રેવંતગિરિરાસુના જણાવ્યા પ્રમાણે એ રમાતા પણ હતા જ૮ રાસ અને દંડરાસ વગેરે નૃપ્રકારો ભાવપ્રકાશનકાર શારદાતનય નૃત્તની દૃષ્ટિએ રાસના ત્રણ પ્રકાર આપે છે; ૩૯ જેવા કે ૧. લતારાસ, ૨. દંડરાસ, ૩. મંડલરાસ. આમાંનો મંડલરાસ તે સ્ત્રીઓ-સ્ત્રીઓ પુરુષો-પુરુષો અને સ્ત્રીઓ-પુરુષો એ રીતે ગોળ કુંડાળે થતો રાસ પ્રકાર હતો, જેમાં એકબીજાના હાથ પકડીને ગેય વસ્તુના ગાન સાથે નૃત્ત થતું હતું. આ પછીનો બીજો પ્રકાર તે શારદાતનયનો લહારાસ છે, જેમાં એકબીજાને વળગીને, એકબીજાના ખભા પર હાથ રાખીને ગોળાકારે નૃત કરવામાં આવે. આ પ્રકાર ગુજર રબારીઓમાં હજુ સુધી પ્રચલિત છે. ઠાકરડા કોમમાં સ્ત્રીઓ નજીકનજીક ઘસાતી, ગોળાકારે ફરતી, તાળી પાડતી આવે એ કદાચ આ “લતારાસકમાંથી વિકસેલો પ્રકાર છે. આને તાલારાસ’ કે ‘તાલારસ' કહેવામાં આવે તો લક્ષ્મણગણિ (., ૧૧૪૩) વ ૩ત્તાનતાનીડર્ત રાસયું. – કેટલાંક ઊંચો તાલ આપી સામસામે તાળીઓથી રૂસે ચડ્યો રાસ લેતાં હતાં’ એમ કહે છે તે “તાલારામ” જ છે. સપ્તક્ષેત્રિરાસ' (સં. વૈ૩૨૭-ઈ. ૧૧૭૧)માં ‘તાલારાસ' ઉપરાંત “લકુટારાસ'નો પણ ઉલ્લેખ થયો છે. લકુટારાસ' એ જ “દંડરાસ” – આજે જેને દાંડિયારાસ' કે
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy