SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય: પ્રાચીન કાળ ૯૫ એમણે પોતે જ રચેલી છે. ૫. તર્કશાસ્ત્ર : પ્રમાણ-મીમાંસા. જૈન ન્યાયનો આ ઉચ્ચ કોટિનો ગ્રંથ છે અને એ આચાર્યને સમર્થ નૈયાયિકની કોટિમાં મૂકી દે છે. ' ૬. કાવ્યઃ “દયાશ્રય મહાકાવ્યમાં કુમારપાળ સુધીના સોલંકી રાજાઓના ચરિતને કાવ્યની રીતે સાંકળી લેવામાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધહેમ વ્યાકરણમાં સિદ્ધ કરેલાં ભાષાનાં રૂપોને તેમજ પ્રાકૃત ભાષાનાં રૂપોને ભટ્ટિકાવ્યની જેમ ઉદાહરણરૂપે રજૂ કરવાનો એક સમર્થ પ્રયત્ન છે. મૂળરાજથી સિદ્ધરાજ જયસિંહ સુધીના રાજાઓનાં ચરિત ૨૦ સગમાં સંસ્કૃત ભાષામાં બાંધ્યાં છે, જ્યારે બીજા ખંડ તરીકે ‘કુમારપાલચરિત' ૮ સગોંમાં બાંધી એમાં ક્રમ પ્રમાણે છયે પ્રાકતોનાં ઉદાહરણ આપ્યાં છે. અપભ્રંશ ભાષાના સ્વરૂપને વ્યક્ત કરતો વિભાગ એમનો એ ભાષાના સ્વરૂપના પરિચય માટેનો ત્રીજો પ્રયત્ન છે. ૭. પૌરાણિક ગ્રંથઃ જૈન ધર્મના પુરુષોનાં ચરિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' મથાળે બાંધ્યાં છે. આમાં ભારતીય લોકસમાજનું એક સૂચક ચિત્ર ખડું કરવામાં આવ્યું છે. એવા પ્રકારના બીજા બે ગ્રંથો તે પરિશિષ્ટપર્વ અને “મહાવીરચરિત' છે. ૮. યોગ : યોગશાસ્ત્ર એ ક્રિયાત્મક યોગના સિદ્ધાંતોની ચર્ચા કરે છે. એ જૈન તત્ત્વજ્ઞાન અને આચારનો પાઠ્ય ગ્રંથ છે. ૯. સ્તોત્રઃ થોડાં ‘સ્તોત્રો પણ મળ્યાં છે. દ્વાર્નેિશિકાઓ ખૂબ જાણીતી છે. આચાર્ય હેમચંદ્રના વિશાળ સાહિત્યસર્જનને ઉત્તેજન આપનાર સિદ્ધરાજ જયસિંહ હતો. એ રાજા સામે આદર્શ એના દાદા ભીમદેવ-પહેલાના સમકાલીન ધારાના પરમાર રાજવી ભોજદેવનો હશે એમ કહી શકાય. આચાર્ય હેમચંદ્ર સિદ્ધરાજની અનિચ્છાએ પણ “સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં સિદ્ધ નામ જોડવું એવી અનુકૃતિ છે. મુનશી ભોજદેવને નામે રચાયેલી રચનાઓ હેમચંદ્રની રચનાઓ કરતાં વધુ ઉચ્ચ કોટિની હોવાનું કહે છે," પણ એવી તુલના નિરર્થક લાગે છે. આચાર્ય હેમચંદ્રની પ્રતિભા અનેકમુખી હતી. કુમારપાળના રાજ્યનો નિર્દેશ કર્યા કરનારા આચાર્ય મલયગિરિ જૈનાગમો ઉપર સંસ્કૃત થકા રચનારા ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. “આવશ્યક બૃહદ્રવૃત્તિ “ઓઘનિર્યુક્તિવૃત્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ-ટીકા' “જીવાભિગમવૃત્તિ જ્યોતિષ્કરંડટીકા' વગેરે ટીકાઓ ઉપરાંત બીજા ચાલુ પ્રાકૃત ગ્રંથોની ટીકાઓ પણ એમણે સંસ્કૃત ભાષામાં રચી. એમનું મુષ્ટિવ્યાકરણ નામનું ૬૦૦૦ શ્લોકપૂરનું વ્યાકરણ પણ જાણવામાં આવ્યું છે." - કુમારપાળના રાજ્યાભિષેકના વર્ષ (ઈ. ૧૧૪૩)માં લક્ષ્મણગણિ નામના જૈન આચાર્યે
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy