SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય: પ્રાચીન કાળ ૯૧ વિદ્યાઓના શિક્ષણ માટે શાળાઓ પણ કોઈ અને કોઈ સ્વરૂપમાં હશે. લકુટારાસ' અને તાલારાસ' જેવાં સમૂહ-નૃત્તો અને ગાયકોનાં ગાન એ તે-તે વિદ્યાના વ્યાપક પ્રચારનાં દ્યોતક છે. યુગભાવના વૈચારિક સંચલનો, પ્રવાહ અને પરિબળોના પ્રાણરૂપ હોય તો એ યુગભાવના' છે. સોલંકીકાળ સાંસ્કૃતિક દૃષ્ટિએ એની ઠીકઠીક ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. રાજવીઓ ઉદાત્ત અને મુક્ત માનસના હતા એ એમના દરબારોમાં વિદ્વાનો, કળાકારીગરો અને શ્રેષ્ઠીઓના થતા સમાદરથી જોઈ શકાય છે. ભીમદેવ-પહેલાના સમયમાં થયેલા, સમુદ્રના જુવાળની જેમ આવેલા, મહમૂદ ગઝનવીના આક્રમણના એક માત્ર અપવાદે રાજા અને પ્રજા બહારનાં આક્રમણોથી મુક્ત હતી, અંદરઅંદરની ખાસાપસી અને ઈર્ષ્યા-અદેખાઈનું કોઈ ખાસ ચિહ્ન જાણવા મળતું નથી, અજયપાલના કહેવાતા અપવાદે.' ધર્મસહિષ્ણુતા એ પણ સોલંકીકાળનું એક આગવું લક્ષણ થઈ ચૂક્યું છે. વલભીના મૈત્રકોના દરબારમાં જેમ બૌદ્ધો અને સનાતનીઓને માટે સમકક્ષ સ્થાન હતું તે પ્રમાણે સોલંકી રાજવીઓના દરબારમાં જેનો અને સનાતનીઓને માટે સમકક્ષ સ્થાન હતું. આ સહિષ્ણુતાની અને સમન્વયની ભાવના એ કળાનું સૂચક લક્ષણ કહી શકાય. દેશમાં શાંતિ હતી, લોકો સુખી હતા, વેપારવણજ અને ગૃહ-ઉદ્યોગ પણ સારો હતો, આ બધું તત્કાલીન ઉત્કીર્ણ લેખો અને સાહિત્યિક રચનાઓમાં અનુભવી શકાય છે. આ કાળમાં રચાયેલી કાવ્યો-નાટકો જેવી સંસ્કૃત રચનાઓ, જેનાગમ ગ્રંથોની સંસ્કૃત વૃત્તિઓ, થોડીક પ્રાકૃત કાવ્યરચનાઓ, અપભ્રંશ રચનાઓ, અને વિકસતા આવતા ઉત્તર અપભ્રંશની રાસફાગુ-બારમાસી-માતૃકાઓ જેવી વિપુલ રચનાઓમાં એ યુગમાનસનો ખ્યાલ આવે છે. એટલું ખરું કે એ કાળ ગુજરાતની સીમાઓમાં સીમિત હતો અને કુતુબુદ્દીન ઐબક અને છેલ્લે અલાઉદ્દીન ખલજીના સરદાર ઉલુઘખાનના આક્રમણના અપવાદે બહારના લોકો સાથેના કોઈ ખાસ ઝઘડાઓથી મૂંઝાયેલો નહોતો. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસનકાળમાં તો ગુજરાતની સીમાઓ પણ ઠીકઠીક લંબાઈ હતી, પરંતુ એમાં યુગભાવનાને વિક્ષિપ્ત થવાનાં કોઈ કારણ મળ્યાં નહોતાં. ભીમદેવબીજાના સમયમાં શહાબુદ્દીન ઘોરીના છેલ્લા આક્રમણે પૃથુરાજ ચૌહાણનું અસ્તિત્વ ભૂંસાયું હતું. સાથેસાથે ગુજરાતની સીમા પણ સાંકડી થતી ચાલી હતી, જેને વરધવલ અને વિસલદેવના સમયમાં સુરક્ષિત કરવામાં આવી હતી. વાઘેલા-કાળમાં વસ્તુપાળ-તેજપાળ જેવા મંત્રીઓએ ગુજરાતને અનેક ક્ષેત્રોમાં ચડતી તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. આ બધામાં ચોક્કસ પ્રકારની માનસિક સ્વસ્થતા અનિવાર્ય
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy