________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
.6
અને સામાન્ય વર્ષાંતે ઝટ ગળે ઊતરી જાય એ રીતે નિરૂપ્યા છે. વર્તમાન જગતના રાજકારણના વિવિધ વિષયો અને પ્રશ્નો માટે આવાં લઘુ પુસ્તકા ઠીક માહિતીપ્રદ નીવડે. એ જ પ્રમાણે રા. પ્રાણશંકર સે. જોષીએ દક્ષિણ આફ્રિકાની રંગભૂમિ 'માં વસાહતોને પ્રશ્ન ણ્યા છે. દક્ષિણ આફ્રિકાની વસાહતમાં મેાટા ભાગ ગુજરાતીઓને હાવાથી, ગુજરાતીઓની ત્યાંના રાજકારણમાં સ્થિતિ, પ્રવૃત્તિ તેમજ ત્યાંના તેમના સામાજિક પ્રશ્નો વગેરેનું માહિતીપૂર્ણ નિરૂપણ તેમાં મળે છે. પુસ્તકની શરૂઆતનાં ૪૮ પાનાંમાં લેખકે પેાતાને પરિચય આપ્યા છે!
કાળ
આ ઉપરાંત રા. મગનભાઈ દેસાઇએ ‘રાષ્ટ્રીય મહાસભા અને વિદ્યાર્થીપ્રવૃત્તિ'માં ગાંધીજીએ વિદ્યાથી એ અંગે કરેલી સૂચનાએના ભાષ્યવિસ્તાર કરી વિદ્યાથી સંગઠન અને વિદ્યાર્થી કાર્યક્ષેત્ર પરત્વે કૉન્ગ્રેસે કરેલી અસરાનું બયાન કર્યું છે. શ્રી. ભાગીલાલ ગાંધીએ ‘સામ્યવાદ’ એ ૬૦ પાનાંની પુસ્તિકામાં માસ અને લેનિન-સ્તાલિને રચેલું સામાજિક ક્રાન્તિનુ વિજ્ઞાન તથા પ્રાચીન સામ્યવાદથી રશિયાની મજૂર ક્રાન્તિ સુધીનાં વિકાસસેાપાના સમજાવેલ છે. ‘મહાસભાના ઠરાવા' ( વિઠ્ઠલદાસ કાઠારી ), ‘આપણી ધ્રાંગ્રેસ' ( રમણીકલાલ શાહ ), ગામડાંનું સ્વરાજય ’( ઈન્દુલાલ યાજ્ઞિક ), યુદ્ધ અને ગામડાં ' ( રામરાય મુનશી ), ‘ આઝાદીની યજ્ઞજવાળા (કરસનદાસ માણેક ), ‘૧૯૪૩નાં પગરણુ ’ ( રતિલાલ મહેતા ), ‘ હિંદ વિશ્વયુદ્ધના વમળમાં ' ( ડુંગરશી સંપટ ), ‘હિંદુસ્તાનનેા રાજકારભાર ( ચિમનલાલ ડૉકટર ) આદિ નાનાં મોટાં પુસ્તકો પણ આ દાયકાનાં જ પ્રકાશને છે.
6
"
*
સમાજશાસ્ત્ર, અર્થકારણ અને રાજકારણ એ ત્રણે વિષયેાનું સાહિત્ય આપણી ભાષામાં પ્રમાણુમાં અલ્પ અને શક્તિમાં પાંગળું છે. તેને વિષયનાં પલટાતાં સ્વરૂપોને,તથા પ્રશ્નોને,સ્પષ્ટ અને શુદ્ધ રીતે શાસ્ત્રીય દૃષ્ટિએ સમજાવે એવાં પ્રમાણભૂત ગ્રંથાની, ગુજરાત યુનિવર્સિ`ટી ઉચ્ચ શિક્ષણનુ* માધ્યમ ગુજરાતી બનાવવાની હાંશ રાખે છે ત્યારે તે, ખાસ જરૂર છે. આપણા ધણાખરા લેખામાં અભ્યાસ અને અવલેાકનત્તિ હશે, પણ તેની ચિકિત્સા માટે આવશ્યક પરિશુદ્ધ, સમતોલ, શાસ્ત્રીય દષ્ટિ તથા ચિંતનશીલતા હજુ ધણે અંશે કેળવવાની જરૂર છે. આ વિભાગનુ' લગભગ પચાશી ટકા સાહિત્ય પ્રયાર-દષ્ટિનુ કે પ્રાસંગિક ખપતું જ હોવાથી તેની લખાવટ પણ વમાનપત્રશૈલીની જ રહી છે.