SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા દાયકાના વાડ્મય પર દંષ્ટિપાત ઈતિહાસ ગયાં દસ વરસામાં ઇતિહાસવિભાગને ચોપડે વિશિષ્ટ યુગ અને પ્રશ્નજીવન ઉપર વેધક પ્રકાશ નાખતી એક જ સળંગ મૌલિક અણીશુદ્ધ ઇતિહાસ-કૃતિ જમા થઈ છે. બાકીનાં આપણા ઇતિહાસ વિશેના લેખસંગ્રહેારૂપ કે પરભાષામાંથી તારવણીરૂપ પુસ્તકા છે. ‹ ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ઃ ઇસ્લામ યુગ ખંડ ૧ '; . અમદાવાદ' અને ‘ખંભાત ' જેવા પ્રમાણભૂત ગ્રંથા આપનાર શ્રી. રત્નમણિરાવ જોટેતા આ ત્રીજો સમ ગ્રંથ છે. ઇસ્લામની પૂર્વ ભૂમિકાથી માંડીને ગુજરાતની મુસ્લિમ સલ્તનતનાં પ્રારભ સુધીના સમયપટને તેમાં આવરેલ છે. ગુજરાતનાં સ્થાપત્ય, સાહિત્ય, સંતા અને સમાજજીવન વિશે ભરપૂર માહિતી અને તિહાસદૃષ્ટિ તેમાંથી મળે છે. ‘ગુજરાતી સમાજનું બંધારણુ ' એ તેનું પોંદરમું પ્રકરણ પુસ્તકના શીકને ખરેખર સાથ કરે છે. પુસ્તકમાં સ'પાદિત, સ`કલિત અને સંશોધિત સામગ્રી પુષ્કળ છે. પાટીમાં ઉલ્લેખાયેલા સંખ્યાબંધ ગ્રંથા અને ગ્રંથકારો તથા તેમના ઉપરની લેખકની સ્વત ંત્ર ટીકાએ શ્રી. રત્નમણિરાવ સ્વતંત્ર દૃષ્ટિના અભ્યાસક અને શાસ્ત્રીય ઇતિહાસકાર છે એમ બતાવે છે. " * ગુજરાતના ઇતિહાસ-સંશેાધકામાં શ્રી. દુર્ગારામ શાસ્ત્રોનું નામ અગ્રગણ્ય છે. આ દાયકાના ‘ઐતિહાસિક સાધના’માં એમના એ વિષયના વિદ્વત્તાપૂર્ણ લેખાના સ ંગ્રહ થયા છે. લેખાને તેમણે ‘સ શેાધનનું સ્વારસ્ય', ‘વ્યક્તિવિષયક સંશોધન', ‘ધાર્મિ ક પ્રવાહ', ‘દેશાન્તČત જાતિવિષયક સ ંશોધન', સામાજિક અને પ્રકી સંશોધન ' અને ‘ ગુજરાતનાં તૌ સ્નાના ’ એમ છ ખંડામાં વહેંચી નાખ્યા છે. શાસ્ત્રીય સંશાધકને આવશ્યક સત્યનિષ્ઠા, તાલનશક્તિ, વિવેક, પરિશ્રમવૃત્તિ, ધૈર્ય, ચિકિત્સકતા અને કૌશલ શ્રી. શાસ્ત્રીમાં છે એની પ્રતીતિ આમાંના ઘણા લેખા કરાવે છે. રુદ્ર-કન્યાન દાના વનમાં, રાધાના અન્વેષણમાં અને હજામતના સંશેાધનમાં એમની ગંભીર પયેષક શૈલી હળવી રસિકતા પણ ધારણ કરે છે. ' • સત્યાગ્રહાશ્રમના ઇતિહાસ ' એટલે ઇ. સ. ૧૯૧૫ માં અમદાવાદમાં સ્થાપેલ સાબરમતી સત્યાગ્રહાશ્રમમાં આદર્શ આશ્રમજીવન ધડવાના હેતુએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ અગિયાર તેને સામુદાયિક રીતે અમલમાં મૂકવાના પેાતે કરેલ પ્રયાગાનેા ગાંધીજીએ પેાતે અવલેાકનાત્મક પદ્ધતિએ આલેખેલા ઇતિહાસ. તેમાં તેમણે તપ અને સંયમ માટે
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy