SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ થથ અને ગ્રંથકાર પુ. ૧૦ બેસાડવાને સફળ પ્રયાસ કરેલ છે. આ સાથે ભારતીય ભક્તિપ્રવાહનું અવલોકન કરીને તેમાં સોરઠી સંતનાં આ ભજનોનું સ્થાન સમજાવત અને સતકબીરિયા પંથના પ્રવર્તક ગણાતા ભાણસાહેબથી માંડીને “દાસી જીવણ” તરીકે જાણીતા થએલ જીવણદાસજી પયત વિસ્તરલ સંતપરંપરાનાં જીવન અને કવન વિશે અતિ મૂલ્યવાન માહિતી આપતે પ્રવેશક જોડવામાં આવ્યો છે, જે ગુજરાતી ભજનસાહિત્યના ઇતિહાસની પુરવણીની ગરજ સારે તેમ છે. આ જ સંપાદકે ૧૬૪ દુહા, દીન દરવેશના ૯ કુંડલિયા અને “બાજદા'ની ૯ કડીઓ સમાવતી “સોરઠિયા દુહા” નામની પુસ્તિકાનું પણ સંપાદન આ અરસામાં પ્રગટ કર્યું છે. માત્ર બે જ લીટીમાં વીર, શૃંગાર ને કરુણ જેવા રસને વેધકતાથી વહાવતા અને નીતિબેધ, વ્યવહાર-શીખ કે અનુભવવેણુ સચોટતાથી રજુ કરતા દુહાની શંક્તિ વિશે ઊંચે ખ્યાલ એ વાંચતાં સહજપણે બંધાઈ જાય છે. આ ઉપરાંત સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી “છોટમની વાણી', “ભક્ત સુરદાસનાં પદો', “ધીરા ભગતનાં પદો', “ભોજા ભગતના ચાબખા', “નરસિંહ અને મીરાંનાં પદો', ઈ. પુસ્તિકાઓ પ્રાચીન કવિઓની વાણી સુલભ થાય અને જનભાગ્ય બને એ હેતુથી દાયકા દરમિયાન પ્રગટ થઈ છે. છે. કાન્તિલાલ વ્યાસનું “વસંતવિલાસ'નું અંગ્રેજી સંપાદન તેમની મૂલ્યવાન પ્રસ્તાવનાએ અને ટિપણોની ઉપયોગિતાએ નોંધપાત્ર છે. તેમાંની કેટલીક વાચનાઓ અશુદ્ધ અને અસંગત રહી હોવા છતાં વ્યાકરણ, ભાષા અને રસદષ્ટિએ તેમણે કાવ્યનું સુંદર વિવેચન કર્યું છે. સત્તરમી સદીની ગુજરાતી ચિત્રકલા ઉપર પ્રકાશ પાડતા “દશાવતારચિત્ર’ વિષયક સંશેધન-પુસ્તિકા અને “ગુજરાતી ભાષા-શાસ્ત્રના વિકાસની રૂપરેખા’ વિશેને શાસ્ત્રીય નિબંધ પણ આ દાયકામાં જ તેમના તરફથી મળેલ છે. મધ્યકાલીન કવિતાનાં અન્ય સંપાદનમાં કુ. ચિંતન્યબાલા દીવાનજીનું નરસિંહ મહેતાકત ચાતુરી', પૃ. મનસુખલાલનું ‘દશમસ્કંધ' અ. ૧-૨૫ સસ્તું સાહિત્ય પ્રકાશિત “નરસિંહ અને મીરાં' અને શ્રી. જેઠાલાલ ત્રિવેદીનું “ભાલણનાં પદો” ઉલેખપાત્ર છે. | ‘કાન્ત’નાં કાવ્યોને પ્રકાશમાં લાવવાનું કામ જેમ પ્રેમ. પાઠકે કર્યું તેમ “કૂલાન્ત'નાં કાવ્યોને પ્રસિદ્ધિમાં લાવવાનું કાર્ય શ્રી. ઉમાશંકરે બનાવ્યું છે. બાલાશંકરની કેટલીક ઉત્તમ કૃતિઓ, જે ગ્રંથાકારે અપ્રાપ્ય હતી, તેનું આસ્વાદન આ પુસ્તકથી સુલભ બન્યું છે. “અધ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy