________________
ગયા દાયકાના વાડ્મય પર દ્રષ્ટિપાત
આ પુસ્તકમાં મળતા હેાવાથી એ આપણા સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરારૂપ ગણાશે, ગુજરાતી માસિક પત્રોના ઇતિહાસ પણ લખાવાની જરૂર છે. નાનકડી ‘સાહિત્યપ્રવેશિકા' આપ્યા બાદ તેની ય લઘુ આવૃત્તિ જેવી સાહિત્યપ્રારંભિકા ' શ્રી. હિંમતલાલ અંજારિયાએ આ દાયકામાં પ્રગટ કરી છે, જે સાહિત્યના અભ્યાસની શરૂઆત કરનાર વિદ્યાર્થીઓને ઉપયાગી થઈ પડશે.
"
ભારતીય નાટ્યશાસ્ત્રના વિકાસનુ દર્શન કરાવતું ‘સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા' ગુજરાતી ભાષામાં એ વિષયનું એક અગત્યનું પુસ્તક છે. નાટ્યશાસ્ત્રના ચાળીસથી ય વધુ મીમાંમકા, તેમની કૃતિઓની વિશેષતાઓ અને નાટ્યશાસ્ત્રના જુદા જુદા વિષયાના ક્રમિક વિકાસ તેમણે તેમાં ઝીણવટથી આલેખી બતાન્યેા છે. રૂપકપ્રકાર, રસ, નાયક આદિનું પણ તેમના ઐતિહાસિક ક્રમ સહિત તાત્ત્વિક નિરૂપણુ આ લ પુસ્તકમાં મળે છે. પુસ્તકમાં પ્રો. માંકડની તેાલનશક્તિ, ઇતિહાસદૃષ્ટિ અને નાટ્યશાસ્ત્રના ઊડે અભિનિવેશ પ્રતીત થાય છે.
ફારસી સાહિત્યને ઇતિહાસ'માં શ્રી. એફ. એમ. લેખંડવાળાએ યુગવાર વિભાગેા પાડીને ફ્રારસી સાહિત્યનાં લગભગ ૧૧૦૦ વર્ષોંના માહિતીપૂર્ણ ઇતિહાસ સ ંક્ષેપમાં રજૂ કર્યાં છે. ફારસી સાહિત્યકારા વિશે આમાંથી સારી માહિતી મળી રહે છે; તેના વિવિધ સાહિત્યપ્રકાશ અને પ્રવાહાના સળંગસૂત્રિત વિકાસ આપવાનુ લેખકને ઉદ્દિષ્ટ નહિ હોય એમ પુસ્તક વાંચતાં સમજાય છે.
સંશાધન – સંપાદન
-
છેલ્લાં દસ વરસમાં ગુજરાતનાં પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસ-પુરાતત્ત્વ, ભાષાસાહિત્ય તથા પિંગળ, વ્યાકરણ અને લલિતકલાએ વિશે સ`શાધનપ્રવૃત્તિ કરનારા વિદ્વાનામાં મુનિશ્રી જિનવિજયજી, પ્રા. રામનારાયણ પાઠક, ડૉ. ભોગીલાલ સાંડેસરા, શ્રી. મધુસૂદન મેાદી, પ્રા. કાન્તિલાલ વ્યાસ, ડૅૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. મંજુલાલ મજમુદાર, શ્રી. કેશવરામ શાસ્ત્રી ને શ્રી, ઉમાશ'કર જોષી પહેલી નજરે આગળ તરી આવે છે.
પ્રા. પાઠકકૃત ‘પ્રાચીન ગુજરાતી છટ્ઠા—એક ઐતિહાસિક સમાલાચના' આ દાયકાના સ`શાધન—વિવેચનના ગ્રંથામાં અગ્રગણ્ય છે. દલપતરામ, રણુઠ્ઠાભાઈ અને કેશવ હદ ધ્રુવે પદ્યરચનાઓના સ્વરૂપ