SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ સર્જનાત્મક અંશે દાખવતી, આન્દ્ર મોર્વાને અનુસરીને લખાણમાં કલ્પના અને ચિત્રશૈલીને રસ લાવતી સ્વ. નવલરામ પંડયાની જીવનકથા શુક્રતારક' રા. વિજયરાયે આ દાયકે આપી છે. પરંતુ એ કૃતિ ટૂંકું જીવનચિત્ર છે. ચરિત્રની પ્રમાણભૂતતા જોખમાય એટલા પ્રમાણમાં એમાં કલ્પનાને રંગ છે. વળી ચરિત્રનાયકની સળંગ શંખલિત સર્વગ્રાહી આકૃતિ પણ એમાંથી ઊપસતી નથી એ એની મોટી મર્યાદા છે. આદરપાત્ર વ્યક્તિ વિશેનાં સ્વાનુભવજન્ય સંસ્મરણો આલેખતાં, તેમના જીવન અને પ્રવૃત્તિને ઘાતક, સમભાવી તથા રસદાયો પરિચય કરાવતાં કે તેમના વિસ્તૃત જીવનચરિત્ર માટેની બહુવિધ સામગ્રી મેળવી આપતાં મધ્યમ બરનાં ચરિત્રો આ દાયકે ઠીક ઠીક સંખ્યામાં મળ્યાં છે. અમારાં બા', “બાપુની પ્રસાદી', “રવિશંકર મહારાજ'. “મહાદેવભાઈનું પૂર્વચરિત” જેવી કૃતિઓ તે દાયકાઓ સુધી ગુજરાતનાં કિશેરકિશોરીઓને પ્રેરણા આપશે. “કલાપી” અને “બાપુની ઝાંખી” ચરિત્રસ્વાધ્યાયના વર્ગમાં આવે. ગુજરાતને વાચકવર્ગ ચરિત્રપુસ્તકને નવલકથાના જેટલે શેખ ધરાવતું નથી. જીવનચરિત નવલકથાના જેટલું જ લોકપ્રિય અંગ થઈ શકે. વળી ચરિત્રો કેવળ ખ્યાતિ પામેલા મહાન પુરુષોનાં જ લખાય એ ખ્યાલ પણ પ્રવર્તત લાગે છે. પરંતુ વિખ્યાત મહાન પુરુષની ગણતરી કરીએ તે પણ હજી કયાં બધી વિભૂતિઓનાં ચરિત્ર લખાયાં છે? દયારામ, કાન્ત, નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ, મુનશી, બ. ક. ઠાકર આદિ સાહિત્યકારે; સર પ્રભાશંકર પટ્ટણી, સર મનુભાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, સર ફિરોજશાહ મહેતા આદિ રાજપુરુષ; ઠક્કર બાપા, મુનિશ્રી. સંતબાલજી આદિ મૂક પ્રજાસેવકો; સર જમશેદજી ટાટા, રણછોડલાલ છોટાલાલ આદિ ઉદ્યોગપતિઓ અને પ્રો. ગજજર આદિ વૈજ્ઞાનિકનાં વિસ્તૃત, પ્રમાણભૂત ચરિત્રો હવેના દાયકે લખાશે ખરા? આત્મકથા આત્મકથા ચરિત્રને જ એક પ્રકાર છે. એ પ્રકાર પરત્વે આ દાયક જાણે આગલા બધા દાયકાનું સાટું વાળી નાખવાને પ્રવૃત્ત થયો હોય એમ આત્મચરિત્રોની સંખ્યા અને સમૃદ્ધિ જોતાં જણાય છે. ભાવનાશાળી જુવાન તનસુખ ભદથી માંડીને ઉચ્ચ કોટિના સર્જક અને રાજપુરુષ રા. મુનશી સુધીના લેખાએ આ દાયકે આપવીતીઓ .
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy