SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ તરફ ખેંચાયા હોય એમ લાગે છે. આ દાયકાના સ્વતંત્ર શૈલીના જુવાન લેખકે પૈકી જનાઓમાંથી ઉમાશંકર, સુંદરમ, બ્રોકર, માણેક, જિતુભાઈ મહેતા અને કિશનસિંહ તથા નવાઓમાંથી પન્નાલાલ, પેટલીકર, મડિયા અને દલાલ હવે પછીના દાયકામાં નવલિકાના સાહિત્યપ્રકારને સર કરી જાય તે નવાઈ નહિ. ધૂમકેતુ અને તેમનું અનુકરણ કરનારાઓ ઉપર કેન્ચ વાર્તાકાર મપાસાને, તે દિરેફ-ઉમાશંકર અને તેમને અનુસરનારાઓ ઉપર રશિયન વાર્તાકાર ચેખાવને પ્રભાવ પડ્યો હતો. પણ હવે, જુવાન ઊગતા લેખમાં અમેરિકન વાર્તાકાર સારેયોન વિશેષ પ્રિય થતો જાય છે. આ દાયકે મળેલા વાર્તાસંગ્રહમાંની કેટલીક વાર્તાઓ આગલા દાયકામાં લખાયેલી છે. કેટલીક પૌરાણિક કથાઓ, બેધકથાઓ કે કિશોરકથાઓ છે. કેટલાક લેખકોએ કલાદ્રષ્ટિથી નહિ-સમાજહિતૈષી, શૈક્ષણિક કે નીતિ ધર્મ અને સદાચાર ફેલાવવાના હેતુથી વાર્તાઓ લખી છે. આ દાયકાની કલાત્મક નવલિકાઓ જીવનની વિચિત્રતાઓ અને વિષમતાઓને વધુ સ્પર્શતી રહી છે. “સુંદરમ'ની “ખેલકી” અને “માને ખોળે” અને નિર દેસાઈની “ભલે માણસ” જેવી કૃતિઓ નગ્ન વાસ્તવવાદની લાક્ષણિક વાર્તાઓનું પૂરું પ્રતિનિધિત્વ ધરાવે છે. નક્કર વાસ્તવદર્શન આજની ઘણીખરી વાર્તાઓના પ્રાણરૂપ બની ચૂક્યું છે. તેને પરિણામે જીવન પ્રત્યેની વૈજ્ઞાનિક દૃષ્ટિ, જીવનના સર્વ વ્યાપારોને માનસશાસ્ત્રીય દષ્ટિએ જોવાનું વલણ, મધ્યમ અને નીચલા વર્ગો તેમજ ગ્રામસમાજનું ઝીણવટવાળું નિરૂપણ, જીવનના પ્રાકૃત અને જિન્સી ભાવનું પૃથક્કરણ, ધીંગા વિગતપ્રચુર વાતાવરણનું આલેખન અને જિવાતા જીવનને વિષય બનાવવાનું વલણ આ દાયકાની મોટા ભાગની નવલિકાઓમાં જોવા મળે છે. સાથે સાથે સંવિધાન અને નિરૂપણની પ્રયોગશીલતા, અંતસ્તત્વ કરતાં રચનાકલા ઉપર અપાતું વધુ લક્ષ અને રસનો આસ્વાદ કરતાં વિચાર કે લાગણીનાં ઝબૂકિયાં કરાવવા તરફ રહેતો વધુ ઝોક આધુનિક નવલિકાને વિશેષ ટૂંકી, સ્વરૂપસુઘટિત અને બુદ્ધિજન્ય ચમત્કારની રેખા જેવી બનાવે છે. આમ, બુદ્ધિજીવી અને પ્રયોગપૂજક યુગવાતાવરણ, વિષમતા અને યાતના તથા સ્વાર્થ દંભ અને વિલાસથી ભર્યું આધુનિક જીવન અને ચેવ. સારેયાન આદિ પરદેશી વાર્તાકારોને કલાકસબ એ આ નવલિકાકારોનાં પ્રેરણ-સ્થાને છે. આ વાર્તાઓમાં વીરકથાઓ, આધ્યાત્મિક પ્રેમની મંગલ ગાથાઓ, જના યુગનું દર્શન કરાવતી ઐતિહાસિક વાર્તાઓ, કાવ્યકલ્પનાના ફુવારા
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy