SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ થશે અને ગ્રંથકાર પુ. ૧૦ | મુનશીએ એમની સમર્થ શૈલીમાં લોપામુદ્રા' નાટકના અનુસંધાન રૂપે વેદકાલની બે રસિક કથાઓ જોમહર્ષિણ” અને “ભગવાન પરશુરામ’ સજી છે, જેમાં બીજી તો “રાજાધિરાજ' પછીની ગુજરાતી સાહિત્યની તેમ મુનશીની શ્રેષ્ઠ ઐતિહાસિક નવલકથા છે. પાત્રનું વ્યક્તિત્વ અને વૈવિધ્ય, કથાનું ઘટ્ટ-મનહર પત, વાતાવરણને આકર્ષક ઉઠાવ, ભાવનાસંઘર્ષ અને જીવનદર્શન અને સમગ્ર કૃતિની ઊંચા કલાવિધાનવાળી નાટયાત્મકતા ભગવાન પરશુરામને એતિહાસિક નવલોમાં ઊંચું સ્થાન અપાવે છે. બીજાઓમાંથી રમણલાલે ઈ. સ નાં પ્રથમ પચાસ વર્ષોના સમયનું ઈરાનથી માળવા અને છેક ગુજરાતના તાપી પ્રદેશ સુધીની ભૂમિનું ક્ષિતિજ'ના ઉત્તરાર્ધમાં ચિત્રણ કર્યું છે; આઠમી સદીના મેવાડના વીર બાપા રાવળનાં ઈતિહાસ અને લેકકથાને કાલભેજ'માં આલેખ્યાં છે; અને પહાડનાં પુષ્પો'માં મેવાડના સુપ્રસિદ્ધ વીર રાણું પ્રતાપના પિતા ઉદયસિંહની ઘડતરકથા નિરૂપી છે. ચુનીલાલ શાહે પૂરતા એતિહાસિક સંશોધન બાદ અકબરના સમયના રૂપમતી અને બાજબહાદુરના જાણીતા પ્રણયકિસ્સાને ‘રૂપમતી'માં નિરૂપો છે; સેલંકીના અસ્તકાળની અંધાધૂંધીની પીઠિકા ઉપર એક મહત્ત્વાકાંક્ષી, રાષ્ટ્રભક્ત અને પરાક્રમી યુવાનની પ્રણયકથા એકલવીર'માં આત્મકથાની ઢબે આલેખી છે; અને મૂળરાજપુત્ર ચામુંડના ગાદીત્યાગ અને તેણે લીધેલી સમાધિના બે એતિહાસિક પ્રસંગોને પ્રકાશમાં લાવવા “નીલકંઠનું બાણુ” નામની કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલ રચી છે. સ્વ. મેઘાણીએ તેરમી સદીના વસ્તુપાળ-તેજપાળને ગુજરાતને પુનરુદ્ધાર સર્જતા “ગુજરાતને જય” ખંડ-૨ માં બતાવ્યા છે. ચૌલાદેવીથી શરૂ થયેલી ધૂમકેતુની સોલંકી યુગની યશગાથા “રાજસંન્યાસિની' “કર્ણાવતી' વાચિનીદેવી', “જયસિંહ સિદ્ધરાજ', “સિદ્ધરાજ જયસિંહ', ‘અવંતીનાથ આદિ નવલો દ્વારા આ દાયકે આગળ વિસ્તરી છે. ગુણવંતરાય આચાર્યો સોરઠે મહમદ તઘલખને આપેલે પરાજય આલેખતી “વતનને સાદ', અને અર્ધ ઈતિહાસ અને લેકકથાનું મિશ્રણ કરતી “ગિરનારને ખોળે' રચી છે તથા ઈ. સ. ૧૭૦૭ થી આરંભાયેલા હિન્દુ રાજ્યનું પુનરુત્થાન અને હિંદુ પ્રજાના ઘડતરમાં ગુજરાતને હિસ્સો બતાવવાના આશયથી “સેનાપતિ” નવલથી એક નવલમાળા પણ શરૂ કરી છે. બે હજાર વર્ષ પહેલાંનાં સિંધુતીરનાં ગણરાજ્યના સમયમાં ડૂબકી મારતી અને તત્કાલીન પ્રજાસત્તાની ગૌરવકથા
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy