SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ - રહી જતું અંતર પણ તેમાં કારણભૂત છે. કેટલીક વાર આ પ્રકારની શિથિલતા, જયંતિ દલાલના ઓછાયામાં છે તેમ, નાટકના તંતુની અખુટતા રહ્યાથી આવે છે અને કેટલીક વાર તે પાત્રોની ઉક્તિઓની વધુ પડતી મઘમતાથી, વસ્તુવિકાસના ઉતાવળિયા અંતથી કે તેની અતિશય ધ્વનિમયતાથી અને વસ્તુનિરૂપણમાં રસની જમાવટ નહિ કરી શકાયાને લીધે આવતી હોય છે. વળી એ પણ ખરું છે કે કુશલ અને ઉચ્ચ દિગ્દર્શન–અભિનયને સહકાર તથા સમૃદ્ધ તખ્તાને સાથ ગંભીર અને ધ્વનિપ્રધાન નાટકોને તો અત્યંત અનિવાર્ય છે. કેમકે તો નાટયકારના દર્શનને જીવતું અને દસ્યાત્મક બનાવે છે અને પ્રેક્ષકોની સામાન્ય રુચિ વૃત્તિને સંસ્કારીને ધીરે ધીરે સૂક્ષ્મ અને વિશાળ બનાવે છે. જે આ સુમેળ બને તે આ દાયકાનાં ધૂમ્રસેર', “રણછોડલાલ', “ઘરકૂકડી', હૈયે ભાર', જીવનદીપ' જેવાં નાટક જરૂર કાકર્ષણ પામે. આગલા દાયકામાં “ઈન્દુકુમાર અંક-૩' જેવું ભાવપ્રધાન નાટક, “વડલો' જેવું સરલ સુંદર પ્રકૃતિનાટક, અભિનવ દષ્ટિના સંયોજનવાળાં મેરનાં ઈંડા” અને “આગગાડી', “સાપના ભારા', મુનશીનાં “સામાજિક નાટક” અને “બ્રહ્મચર્યાશ્રમ', તથા “પદ્મિની', “નાગા બાવા', “અખો', “સંધ્યાકાળ”, “અ. સૌ. કુમારી', “અંજની, ઈત્યાદિ વૈવિધ્ય અને દશ્યતા પૂરાં પાડે તેવાં નાટકે પ્રકાશન પામ્યાં હતાં. એની સરખામણીમાં એમની જોડાજોડ બેસી શકે તેવાં ઉપર કહેલાં ડઝનેક નાટકે આ દાયકે આપણને સાંપડ્યાં છે. એ જોતાં આ દાયકાના નાટયસાહિત્ય જથ્થો અને ગુણ ઉભય દૃષ્ટિએ ગયા દાયકાની સાથે કદમ મિલાવ્યા છે એમ કહી શકાય. નવલકથા - હવે આપણે લલિત સાહિત્યના એક અત્યંત લોકપ્રિય અંગ નવલકથા તરફ વળીએ. - એના ઊગમકાળથી જ નવલકથાની જીવનકુંડળીમાં ચંદ્ર સ્વગૃહીશુભસ્થાને પડો જણાય છે. એથી એના સર્જનારને પ્રકાશનમાં, ધનપ્રાપ્તિમાં કે કાદર મેળવવામાં કદી મૂંઝવણ નડી જાણ નથી. દરેક દાયકે એની આરાધના કરનાર લેખક-પ્રકાશક-વાચકવર્ગ વધતો રહે એમાં નવાઈ પણ નથી; કારણ કે પરલક્ષા સાહિત્યપ્રકારને તેના વિસ્તૃત પટમાં વિહરવા માટેનું હાલના યુગનું ઉચિત ક્ષેત્ર સર્વત્ર નવલકથા જ બન્યું છે. ગુજરાતી તેમાં અપવાદરૂપ શા માટે હોય?
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy