SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ થથકાર-ચરિતાવલિ કે ફરી એ પાક આપતું થઈ ગયું અને એમના શરીરમાંથી દમને જીવલેણ વ્યાધિ પણ સદાને માટે અદશ્ય થઈ ગયે. આ સફળતા પછી તે શરીરસૌષ્ઠવ અને વ્યાયામવિજ્ઞાનમાં એમને રસ પાર વગરનો રેલાયે. અનેક વ્યાયામ પ્રકારો વડે શરીરને પલોટ આપી આપીને તેમણે તેને સમપ્રમાણ અને બલિષ્ઠ બનાવ્યું. દુનિયામાં જેટલા વ્યાયામ પ્રકારે ખેડાયેલા છે તે સર્વનું તેમણે એટલું ઊંડું અને શાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું કે સ્વ. . રામમૂર્તિ પણ તેમના શરીરસૌષ્ઠવ તેમજ તદ્વિષયક જ્ઞાન પર મુગ્ધ થયેલા. સ્વ. રામમૂર્તિ ગુજરાતમાં સ્થાયી થઈને એક આદર્શ વ્યાયામ વિદ્યાલય કાઢવાને મનસૂબો કરતા હતા. તેમને આખા વિદ્યાલયની રૂપરેખા, અભ્યાસક્રમ આદિ શ્રી. આચાર્યો ગોઠવી આપેલાં. ગુજરાતભરની વ્યાયામ-હરીફાઈઓમાં નિષ્ણાત અને તજજ્ઞ પંચ (અમ્પાયર) તરીકે શ્રી. આચાર્યની જ નિમણૂક થતી. વજન ઉપાડવાના (વેઈટ લિફટિંગ). વ્યાયામમાં પણ તેમણે એટલું પ્રભુત્વ મેળવ્યું કે માથા ઉપર બે હાથે ૨૧૦ રતલથી ય વધુ અને પગની પેશીઓના ઘડતર માટે ૨૫૦ થી ૪૦૦ રતલ સુધીનું વજન તેઓ ઊંચકી શકતા. આમ છતાં તેઓ બેટી હરીફાઈમાં પડ્યા નથી. એમનું સમગ્ર લક્ષ વજન ઊંચકવાના વ્યાયામ દ્વારા શરીરને દઢ અને બળવાન બનાવવા પર જ કેન્દ્રિત રહેતું. પરિણામે, ૨૭ ઈંચ સાથળ, ૪૬ ઈંચ છાતી, ૧૮ ઈંચ ગરદન અને ૧૪ ઈંચ પ્રકોષ્ઠ કેળવવા એ શક્તિમાન થયા હતા. એ વખતને એમને શરીરવિકાસ અતિ ઉચ્ચ કક્ષાએ પહોંચેલે. એમનું પોતાનું વજન ૨૧૦ રતલ હતું. વ્યાયામના સર્વાગીણ જ્ઞાન સાથે શરીર અને આરોગ્યના શાસ્ત્રનું પણ તેઓ સારું જ્ઞાન ધરાવે છે. મનના નિર્વ્યાજ આનંદને ખાતર વિવિધ વિષયનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની ઝંખના એમનામાં છેક હાઈસ્કૂલના દિવસોથી ઊગેલી. ગામની લાઈબ્રેરીને બારણે, સાંજે છેક અક્ષરે ન ઊકલે ત્યાંસુધી સંધ્યાનાં અંધારાં પથરાતાં લગી વાંચતા એ બેસતા. કવાર્તાઓ, જીવનચરિત્રો ને કવિતા– સાહિત્યથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયો ઉપરાંત પુરાતત્ત્વ, સિક્કાશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર આદિ અનેકવિધ ક્ષેત્રોમાં વિસ્તરી. લોકસાહિત્યના આદિ પુરસ્કર્તા સ્વ. રણજિતરામ પછી, પણ ગિજુભાઈ ને મેઘાણીની પહેલાં શ્રી. આચાર્યે ગામડે ગામડે ફરી લોકગીતે ભેગાં કરેલાં; કવિતાના ક્ષેત્રમાં પણ એમની કલમ ચાલેલી. છેક ઇ. સ.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy