SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ મનુભાઈ રાજારામ પંચાળી ‘દર્શોક' તખલ્લુસથી સાહિત્યમાં સુપ્રસિદ્ધ રા. મનુભાઇના જન્મ વાંકાનેર તાલુકાના પંચાશીઆ ગામમાં સં. ૧૯૭૦ ના આસો વદી ૧૧ ના રાજ થએલા. તેમનુ મૂળ વતન વઢવાણુ. પિતાનુ નામ રાજારામ હરજીવનભાઈ અને માતાનું નામ શ્રી, મેાતીબાઇ, તેમનું લગ્ન ઇ. ૧૯૩૭ ના અરસામાં શ્રી. વિજયાબહેન પટેલ સાથે થયેલું છે. તેમના શાળાના અભ્યાસ માત્ર અંગ્રેજી પાંચ ધારણ સુધીને છે. વાંકાનેર હાઈસ્કૂલમાં થાડુ ધણું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ અનુભવની શાળા તેમની શિક્ષણસંસ્થા બની છે. હાલ સૌરાષ્ટ્રમાં આંબલા ગામમાં ગ્રામ દક્ષિણામૂર્તિ શાળામાં તે શિક્ષક છે. તેમની જીવનભાવનાતે ગાંધીજી, સ્વામી આનંદ, નાનાભાઇ, રવિશ કર મહારાજ અને સ્વ. મેધાણી વગેરે સંસ્કારસેવકાઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘડી છે. વિકટર હ્યુગાની ‘ લા મિઝરેબ્લ’; ટૉલ્સટાયની · વૉર એન્ડ પીસ ' અને વૉટ શેલ વી ડુ ધેન'; રામે રાલાંની ‘જૈન ક્રિસ્ટોફ’; મુનશીની ‘ ગુજરાતના નાથ’; શરદબાબુની · સ્વામીનાથ ' અને ટાગોરની · ઘરે બાહિરે' ——નવલકથાઓએ તેમની વાર્તાકલા તેમજ જીવનદૃષ્ટિને સ`સ્કારી છે. , નાનપણથી લખવાનો શોખ હોવાથી લેખક થવાની હોંશ તેમને હતી. તેવામાં . ૧૯૩૦ ના સત્યાગ્રહના આંદોલનમાં પ્રત્યક્ષ ભાગ લેવાથી કેટલાક જીવન-અનુભવેા તેમને થયા. તે અરસામાં પ્રખર કેળવણીકાર શ્રી. નાનાભાઇના સમાગમમાં લેખક આવ્યા; ‘ધરે બાહિરે' ની નવલકથાનુ અનેકવાર મનન-પરિશીલન કર્યું; એ સર્વાંતે પરિણામે પોતે પણ અનુભવામાંથી વાર્તા આપવી એવા દૃઢ નિશ્ચય સાંથે તેમણે વાર્તાલેખનની પ્રવૃત્તિ આદરી. તેમના જીવનના મુખ્ય ઉદ્દેશ . આત્માના ઉત્કષઈ અને જગતના સુખને માટે જીવવાના છે. એ ઉદ્દેશ સપૂર્ણ સિદ્ધ તા જીવાતા જીવન દ્વારા જ કરી શકાય; તે પણ લેખનપ્રવૃત્તિ એ પ્રકારના જીવનની અતૃપ્ત ઝંખનાના કૈફ રૂપે હાવાથી તેને પાતે ઉપાસી રહ્યા હાવાનું તેઓ કહે છે. એમના પ્રિય સાહિત્યપ્રકારા નવલકથા, નાટક અને મહાકાવ્ય છે. તેમના પ્રિય અભ્યાસવિષયેા ઇતિહાસ ને ખેતીવાડી છે.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy