SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ મગનલાલ લાલભાઈ દેસાઈ કોલક'ના નામથી કાવ્યેાને પ્રવાહ વહાવતા આ કવિને જન્મ સુરત જિલ્લાના પારડી તાલુકાના સેાનવાડા ગામમાં અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ. સ. ૧૯૧૪ના મે માસની ૩૦મી તારીખે થયેલા. તેમના પિતાનું નામ લાલભાઈ ભગવાનજી દેસાઈ અને માતાનું નામ તાપીબહેન. તેમનુ મૂળ વતન સુરત જિલ્લાનું ગામ ચૂકવાડા. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૨૯ માં શ્રી. મણિબહેન સાથે થયેલું છે. તેમના અભ્યાસ પ્રીવિયસ સુધીના છે. મેટ્રિકની પરીક્ષા તેમણે મુંબઈની બાઇ કખીબાઇ હાઇસ્કૂલમાંથી ઇ. સ. ૧૯૩૩માં પસાર કરી હતી. એ પરીક્ષામાં તેમની શાળાના ૭૦ વિદ્યાર્થીઓમાં તે પ્રથમ આવેલા. તેઓ હાલમાં વેન્ગા સ્ટુડીઝના જાહેરખબર વિભાગમાં કામ કરે છે અને કવિતા’ માસિકનું તંત્રીપદ સંભાળે છે. ' પહેલાં થેાડાક વખત માધુરી' નામનુ ત્રૈમાસિક પણ તેમણે ચલાવેલું. તે મેટ્રિકમાં હતા ત્યારથી કવિતાઓ-ગીતા વગેરે રચતા., કવિ ખબરદારનાં કાવ્યાના વાચનમનને તેમ કવિશ્રીના નિકટ પરિચયે તેમની લેખનપ્રવૃત્તિને વિશેષતઃ ઉત્તેજી છે. 3 તેમનાં પ્રિય પુસ્તકામાં ટેનિસનનું ‘ ઇન મેમેરિયમ ’, કવિ ખબરદારનું દર્શનિકા ', એંનું · એલિજી રીટન ઇન એ કન્ટ્રી ચયાડ' કાલિદાસનું મેદૂત ' અને ગાંધીજીની આત્મકથા મુખ્ય છે. કાવ્યવાચન જીવનની વિષમતાને ઘડીભર ભુલાવી શકે છે એટલે કવિતા માટે પેાતાને પક્ષપાત છે એમ તે કહે છે. તેમના પ્રિય અભ્યાસવિષયેા આત્મકથા, ઇતિહાસ અને કાવ્યશાસ્ત્ર છે. . ( • તેમનું પ્રથમ પુસ્તક પ્રિયા~~~આગમન નામે એક ખંડકાવ્ય, ઈ. સ. ૧૯૩૭માં પ્રગટ થયેલું. ઈ. સ. ૧૯૪૬માં રા. મ્ કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળાના ઉપક્રમથી સુરતમાં ‘કવિતા' ઉપર વ્યાખ્યાન આપવાનું વિશિષ્ટ માન તેમને મળ્યું હતું. તેઓ વિલેપાર્લેની સાહિત્ય સભા, મુંબઈ લેખકમિલન વગેરે સંસ્થાએની કા વહી સમિતિના સભ્ય છે. < તેમની કવિતામાં ભગ્નહૃદયના પ્રલાપ સંભળાય છે. કવિના ચિત્ત ઉપર ખબરદારની તરગલીલા અને ભાષાલાલિત્યના પ્રભાવ પડેલા છે. કવિના વિવિધ છઠ્ઠા પરના કાબૂ, પ્રશસ્ય છે.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy