SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ હરજીવન સામૈયા સ્વ. હરજીવન સામૈયાનેા જન્મ ઇ. સ. ૧૯૦૮માં જોડિયાના ગરીબ લાહાણા કુટુંબમાં કરાંચી ખાતે થયા હતા. નાનપણમાં જ પિતાને ગુમાવનાર હરજીવનને માતાએ મહેનત-મજૂરી કરીને ઉછેર્યાં હતા. ઈ. સ. ૧૯૩૬માં શ્રી કાન્તાબહેન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. માતાની દેખરેખ નીચે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શિક્ષણ તેમણે તે વખતની કરાંચીની અગ્રગણ્ય શિક્ષણુ–સંસ્થા શારદામદિર ’માં લીધું હતું. કૉલેજમાં જાય તે પહેલાં તે તેમણે ત્રીસની સ્વાતંત્ર્ય-લડતમાં ઝંપલાવ્યું. કરાંચીની ટુકડીમાં સામેલ થઈ તે તેઓ સંગ્રામમાં જોડાયા. ૧૯૩૪માં લડત પૂરી થઈ ત્યાં તેમને કારાવાસ ભાગવવા પડયા હતા. ( ધાલેરા સત્યાગ્રહ સુધીમાં અનેક વાર જેલમાંથી બહાર આવીને હરજીવનભાઇ એ શિક્ષણ-ક્ષેત્રમાં પ્રવેશ કર્યા. તેમણે રાણપુરમાં હરિજન-શાળા શરૂ કરી. ખૂબ મમતા અને કાળજીથી તેઓ શાળાનાં રિજન બાળકાને ભણાવતા અને સ્વચ્છ રાખતા. એકાદ વર્ષ પછી કૌટુંબિક સ ંજોગેાને કારણે તેમને કરાંચી જવું પડયું. ત્યાં તેઓ શારદા મદિરમાં શિક્ષક તરીકે જોડાયા. બે-ત્રણ વરસમાં જ આદર્શ શિક્ષક તરીકે તેમની ખ્યાતિ થઈ; પણ સતત પરિશ્રમ કરવાને કારણે કરાંચીમાં તેમનું શરીર ક્ષીણ થઈ ગયું. વિદ્યાથી’વસ્થામાંથી જ હરજીવનભાઇને લખવાનેા શાખ હતા. ‘દરિયાના મામલા' નામની કિશારભાગ્ય સાહસ-કથા તેમણે ૧૯૩૬માં સૌપ્રથમ રચી, જે ભારતી સાહિત્ય સધ તરફથી એ જ વર્ષોંમાં પ્રગટ થઈ હતી ભારતી સા. સંધ તેમના મિત્રા ચલાવતા હતા. ૧૯૩૭ માં લેખન -વ્યવસર્યાંયને અપનાવવાના નિશ્ચય કરીને હરજીવનભાઈ પણ એ સંસ્થામાં જોડાયા. સંધ તરફથી પ્રગટ થતાં માસિકે! · ઊર્મિ ' અને ‘નવરચના ’ના સંપાદનનું કામ તેમણે ભારે ખત અને નિષ્ઠાથી કર્યું હતુ.. " જુદી જુદી ભાષાઓ શીખવાતા તેમને રાખ હતા. ગુજરાતી ઉપરાંત મરાઠી, બંગાળી, હિંદી અને અ'ગ્રેજી ભાષાની તેમને સારી જાણકારી હતી. ઉર્દૂ અને તેલુગુ ભાષા શીખવાના પણ તેમણે પ્રયત્ના કર્યા હતા. હિં'દી ભાષા–શિક્ષણના પાઠ તેગ્મા ‘ ઊર્મિ ’માં લખતા હતા. તેમના આ અનેક-ભાષા-નાને તેમને કેટલાંક સુંદર મરાઠી અને અંગ્રેજી પુસ્તકાના ગુજરાતી અનુવાદ કરવાની તક આપી હતી. હાલ કેઇન, આનાતાલ ક્રાંસ અને વિકટર હ્યુગે તેમના પ્રિય લેખક હતા. ભૂંગાળ, ઇતિહાસ, વિજ્ઞાન અને દેશદેશના લેાકાના સામાજિક રિવાજો તેમના અભ્યાસના ખાસ વિષયા હતા. વાર્તામાં નવા જ વિષયાનું ખેડાણુ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy