SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ગ્રંથ અને ગ્રંથકાર ૩૦ ૧૦ માણેક, કેશવ શેઠ, જ્યાત્સ્નાબહેન શુકલ અને જુગતરામ દવેના નૂતન કાવ્યસંગ્રહા, બાદરાયણના પ્રથમ કાવ્યસંગ્રહ અને ડીલરરાય માંકડનુ એક લાંબુ' કથાકાવ્ય આ સમયમાં પ્રગટ થયેલ છે. કેાલક, મેાહનીચ', હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રોાધ, પારાશય, નાથાલાલ દવે, પ્રહ્લાદ પારેખ, પ્રારામ રાવળ, સ્વસ્થ, અરાલવાળા, ગાવિંદ સ્વામી, અનામી, ગાવિંદ પટેલ, દુર્ગેશ શુકલ, સ્વ. પ્રભુભાઈ પટેલ, પુષ્પા વકીલ, દેવશ ંકર જોષી, મિનુ દેસાઈ, નિરંજન ભગત, નંદકુમાર પાઠક, પ્રશાંત, જહાંગીર દેસાઈ, જશભાઈ પટેલ, આનંદ કવિ, અમીન આઝાદ, વગેરે ઉદય પામતા નવીન કવિએમાંથી કેટલાકના પહેલા તે કેટલાકના બીજા કે ત્રીજા કાવ્યસ ́ગ્રહે આ ગાળામાં પ્રકાશન પામ્યા છે. આપણી મુઝગ પેઢીના ભુલાઈ ગયેલા એક સારા કવિ હરગાવિંદ પ્રેમશ’કર ત્રિવેદીના એક કાવ્યસંગ્રહુ ઉમાશકર અને નાથાલાલ દવેની સયુક્ત મહેનતથી સંપાદિત થયા છે. આ ઉપરાંત રાજેન્દ્ર શાહ, રતિલાલ છાયા, ઉશનસ્, બાલમુકુંદ દવે, જયંત પાઠક, વેણીભાઈ પુરાહિત, હસિત ખૂચ, ઉપેન્દ્ર પડયા, પિનાકિન ઠાકાર, શેખાદમ આમુવાલા આદિ તરુણુ કવિએ પણ અવારનવાર માસિકામાં પેાતાની રચનાએ ચમકાવતા રહે છે. આમ સ`ખ્યાદષ્ટિએ આપણા કવિએ અને આપણાં કાવ્યેાના ફાલ આ દાયકે થાડા ઊતર્યાં નથી. આગલા દાયકાની કવિતામાં વિશેષે જોવા મળતું દલિતા, કિચન ને ઉપેક્ષિતાનું ગાન આજની કવિતામાં ઘટવા લાગ્યું છે. ગાંધીજીએ છણેલા વિષયેા અને બતાવેલી નીતિએ અગાઉની કવિતાને જે પ્રેરણાજળ પાયું હતું તે અત્યારની કવિતામાં જણાતું નથી. તેને બદલે હાલનાં કાવ્યેામાં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિના વિષય વધારે આવિષ્કાર પામ્યા છે. આ દાયકાના પ્રત્યેક કાવ્યસંગ્રહના અડધા અડધ ભાગ પ્રકૃતિ અને પ્રણયનાં ભાવચિત્રોથી ભરપૂર જણાય છે. પ્રકૃતિનિરૂપણમાં કવિઓનું વલણ સૌન્દર્યલક્ષી તેમજ વાસ્તવદર્શી રહ્યું છે. સાદા અલંકારા, મુટ્ટાદાર તરંગા, કવિતાચિત પદાવલિ અને પ્રાદેશિક સૌન્દર્યશ્રી વડૅ પ્રકૃતિનાં સરલરમ્ય વિગતપ્રચુર વર્ણના કાવ્યામાં સભર ભર્યાં છે. સાથે સાથે ચિંતન, સ્વાનુભવકથન અને વૃત્તિમય–ભાવાભાસનું આલબન પણ પ્રકૃતિ બની છે. કુદરત પ્રત્યે પિયુભાવ, બાલભાવ, સખ્યભાવ ભક્તિભાવ-એમ જુદા જુદા કવિઓએ પેાતપાતાની નિરાળી દૃષ્ટિ વડે પ્રકૃતિને નિરખી અને પીધી છે.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy