________________
૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
માટે તેમણે ઉચ્ચારેલી પક્તિ--~-- રાગ તે ત્યાગની. વચ્ચે હૈયું એ ઝૂલતું હતું '—ખુદ કલાપીને પણ લાગુ પડે છે.
કલાપીનું મિત્રમંડળ બહેળું હતું. મણિલાલ નભુભાઈ તેમના ‘સ્નેહી ગુરુ ' હતા. રાજ્ય, ગૃહ, ધર્મ, વાચન અને સાહિત્યસર્જન – બધી બાબતમાં તેઓ તેમના પરમ માદક હતા. રાજ્ય તજીને ચાલ્યા જવા તૈયાર થયેલા કલાપીને પ્રજાની ફરિયાદ સાંભળવામાં કવિતા જેટલા રસ લગાડનાર મણિલાલ હતા. ગીતા-ભાગવતાદિ ધર્મગ્ર ંથાના વાચન, પ્રવાપાસના અને પ્રાણવિનિમયના પ્રયોગ ભણી મણિલાલે તેમને વાળ્યા હતા. રમા-શાભના --પ્રકરણમાં પહેલાં રમાને વફાદાર રહીને ચિત્તને સયત કરવાના, અને પછી પરિસ્થિતિ અનિર્વાદ્ય બનતાં દુનિયાની પરવા કર્યાં વગર, પેાતાને ઇષ્ટ પગલું બહાદુરીથી ભરવાની સલાડુ પણ તેમણે જ કલાપીને આપી હતી. કલાપીનાં ‘કાશ્મીરને પ્રવાસ' આદિલખાણા મણિલાલ સુધારતા. કલાપીને તેમના આ ગુરુ માટે અપાર ભક્તિ હતી. ૧૮૯૮ માં મણિલાલનું મૃત્યુ થયું તે પછી ગાવ`નરામને કલાપીએ ગુરુસ્થાને સ્થાપ્યા હતા. પણ મણિલાલના જેટલા ગાઢ પ્રેમ-સંબંધ તેમની સાથે જામી શક્યો નહિ. વિ ક્રાન્ત કલાપીના અતિ નિકટના મિત્ર હતા. બન્ને મિત્રો વચ્ચે કાવ્યેાના વિનિમય છૂટથી ચાલતા. કાન્તે તેમને સ્વીડનમાની લગની લગાડી હતી. કલાપીના મૃત્યુ પછી તેમની કૃતિઓ પ્રગટ કરીને કાન્તે મિત્ર-ઋણુ અદા કર્યું' યું. કવિ ‘જટિલ' કલાપીનાં કાવ્યા સુધારી આપતા અને તે પર વિવેચન પણુ લખતા.. ‘સંચિત્' પણ તેમના આપ્તમડળમાં હતા.
અર્વાચીન યુગના સૌધી વિશેષ લેાકપ્રિય કવિ કલાપી છે. તેમના રોમાંચક પ્રણયત્રિકાણની આસપાસ કલાપીની કવિતા રચાયેલી છે. · હૃદય ત્રિપુટી' અને બીજા અનેક નાનાં મોટાં કાવ્યા કલાપીના સ્વાનુભવમાંથી પ્રગટેલાં છે. એ નિતાંત સ્વાનુભવરસિક કવિ છે. કેામળ સવેદનવાળાં ઊર્મિકા અને કથાકાવ્યામાંથી તેમના તાજો અને મીઠા પ્રણયરસ ટકી રહે છે. કવિતા કલાપીને મન ‘નિઃશ્વાસરૂપ ' હતી, તેમાંથી નીકળતા સ્નેહ અને દર્દના સૂર સીધેસીધા વિના હૃદયમાંથી નીકળતા હાય એવી સચોટ અસર કરે છે. લાગણીની ઋજુતા અને ઉત્કટતા એ કલાપીની કવિતાના પ્રધાન ગુણ છે. તેની પાછળ રહેલ સચ્ચાઇના રણુકા અને સરલ, પ્રસાદમય વેગવંતી ભાષાના પ્રવાહ હરકાઇ વાચકને મુગ્ધ કરી દે છે. તેમની કવિતાની બીજી વિશેષતા એ કે તે જીવનનાં પરમ સત્યાને સાદાં ચમકદાર