SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મણિલાલ નભુભાઈ દ્વિવેદી - “અભેદમાર્ગપ્રવાસી' મણિલાલને જન્મ વિ. સ. ૧૯૧૪ના ભાદરવા વદ ચોથ-ઈ. સ. ૧૮૫૮ ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે પ્રાતઃકાળે નડિયાદમાં થયો હતો. એ નડિયાદના સાઠેદરા નાગર બ્રાહ્મણ હતા. પિતાનું નામ નભુભાઈ ભાઈલાલ દવે અને માતાનું નામ નિરધાર હતું. સાત વર્ષની વયે તેમને ઉપનયન-સંસ્કાર થયા હતા. તેર-ચૌદ વર્ષની વયે તેમનાં લગ્ન ચારેક વર્ષની બાળકી મહાલક્ષ્મી સાથે થયાં હતાં. આશરે ચાર વર્ષની ઉંમરે મણિલાલે દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળે ભણતરની શરૂઆત કરી. સાધારણ આંક અને વાચન સિવાય ગામઠી નિશાળમાં તેઓ ઝાઝું ભણી શક્યા નહિ. ધીરધાર અને ક્રિયાકાંડને ધંધે કરનાર નભુભાઈની ગણતરી દીકરાને થોડુંક લખતાં વાંચતાં આવડે એટલે કોઈને ત્યાં મુનીમ તરીક છેડે વખત રાખીને પિતાના ધંધામાં જોડી દેવાની હતી. એટલે ગુજરાતી પાંચ ધારણું પૂરાં કરીને અંગ્રેજી નિશાળમાં દાખલ થવાનું આવ્યું, ત્યારે કિશોર મણિલાલને પિતા પાસેથી અભ્યાસ આગળ વધારવાની રજા મહાપરાણે-“રડી કકળીને મેળવવી પડી. અંગ્રેજી બીજા ધોરણમાં ઝવેરલાલ લલુભાઈ નામના શિક્ષકે મણિલાલને અભ્યાસમાં રસ લગાડે–જેને પરિણામે એ બીજા ધોરણમાં પહેલે નંબરે પાસ થયા. તેમને ઈનામ મળ્યું; તેમના અભ્યાસથી ખુશ થઈને મુખ્ય શિક્ષકે તેમને ત્રીજું ધોરણ કુદાવીને ચોથામાં મૂક્યા. આથી રાજી થવાને બદલે વિદ્યાથી મણિલાલ નિરાશ થયા ! બીજે દિવસે વર્ગ-શિક્ષક દ્વારા મુખ્ય શિક્ષક પાસે જઈને તેમણે વિનંતી કરી: “મને ઉતારી પાડે.” મુખ્ય શિક્ષકે “તું વિચિત્ર છોકરો છે' એમ સાશ્ચય ઉદ્દગાર કાઢીને મણિલાલને ત્રીજા ધોરણમાં બેસવાની રજા આપી. ત્રીજામાં અભ્યાસ સારે ચાલ્યો, પણ ચોથા ધોરણની અંદર સંસ્કૃત, ગણિત અને ભૂમિતિ પર તેમને એ કંટાળો ઉપજવા લાગ્યો કે એમાંથી કોઈ વિષયને સમય ભરવાનું મન થતું નહિ. બીજા વિષયો સારા આવડતા. એટલે છઠ્ઠા ધોરણ સુધી વર્ગમાં તેમને નંબર ખાસ ઊતર્યો નહિ. છઠ્ઠા રણમાં વળી તેમને હાથ ઝાલનાર ' શિક્ષક છબીલરામ દોલતરામ મળી ગયા. સંસ્કૃત વ્યાકરણના નિયમે ગોખવાને મણિલાલને કંટાળે હતે. તે ટાળવા સાર છબીલારામ માસ્તર તેમને રવિશંકર શાસ્ત્રી પાસે “લઘુકૌમુદી' શીખવા લઈ જવા લાગ્યા.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy