SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ ઓછી મૂડી રોકીને વધારેમાં વધારે નફો મારી લેવાનું વલણ કોઈને આધુનિક સાહિત્યસર્જનમાં ઉપયુંક્ત સ્થિતિને કારણે દેખાય તે નવાઈ નહિ. મને મંથનની તીવ્રતા, કલાના અન્તસ્તત્વની ઊંડી સાધના, પ્રજાસમસ્તના અંતર ઉપર પ્રબળ અસર કરે, તેમનાં વૃત્તિ-વિચાર પલટાવી નાંખે તેવી ભવ્ય જીવનશ્રદ્ધાને રણકો આજના સર્જન-સાહિત્યમાં ક્યાંય જણાતો નથી. - ગાંધીજીના આધ્યાત્મિક રાષ્ટ્રવાદને પ્રભાવ નવીન લેખકેમાંથી ઘટતે જાય છે. રશિયાની પરદેશનીતિથી તેમના પ્રિય સામ્યવાદની મૂર્તિઓ પણ ભાંગી પડી છે. ઈંગ્લેન્ડ અને અમેરિકાની લોકશાહી તેમને સંતોષી શકતી નથી. આમ સર્જકની પ્રિય ભાવનાઓ પત્તાંના મહેલની જેમ અસ્થિર છે. તેથી એમની કૃતિઓમાં પણ સ્થિર અને તાત્વિક જીવનદર્શનનો અભાવ માલૂમ પડે છે. પ્રેરક બળો અને લક્ષણે તે પછી આ દાયકાનાં સાહિત્યસર્જનનું મુખ્ય ઉપાદાન શું? તેના ઘણાખરા સર્જન-પ્રવાહને ફોગમ તેની પહેલાંના દેઢ દાયકામાં જોવો પડે તેમ છે. ઈ. ૧૯૨૫ પછીના સાહિત્યનાં જે સ્થૂળ ઘડતરબળો અને લક્ષણો છે તેમાં આ દાયકે બહુ મોટો ફેરફાર થયો હોય એમ જણાતું નથી. (અલબત્ત તે વર્ષોનાં સાહિત્યલક્ષણો આજના લેખકેની તે તરફની કઈ ઊંડી . તત્ત્વનિષ્ઠાને કારણે નહિ, પણ તેમના પરંપરાપ્રાપ્ત ચલણથી જ આ દાયકે ચાલુ રહ્યાં છે.) તે પણ દેશવિદેશની અદ્યતન સાહિત્યકૃતિઓનું વાચન, માનસશાસ્ત્ર અને કામવિજ્ઞાન તરફ વધતું જતું કુતુહલ, આધુનિક પરદેશી કલામીમાંસકાની વિચારસરણી અને સર્જકની કલાનિરૂપણરીતિઓને પ્રભાવ, ભૂતકાળના ઇતિહાસમાં ગૌરવ જેવા શોધવાનું વધતું વલણ, ટાગોર અને અરવિંદના અગમ્યવાદ અને તેમના કાવ્યાદર્શીની લગની, નિર્ભેળ વાસ્તવવાદનો ઊંડો આગ્રહ, ભવ્યદાત્ત વ્યક્તિના જટિલ જીવનને બદલે પ્રાકૃત વ્યક્તિના જીવનની યાદગાર અને રસક્ષમ ક્ષણોને સાહિત્યવિષય બનાવવા તરફની દષ્ટિ, પ્રગભ પ્રયોગોમાં રાચતું લેખકમાનસ, વિષયવૈવિધ્યને ભારે મોહ–આ બધાં એક બીજાથી સાવ ભિન્ન ગણાય તેવાં લક્ષણો આ દુાયકાના લલિત સાહિત્યમાં સ્પષ્ટ જણાય છે. આ દાયકાની લેખનપ્રવૃત્તિમાં રેડિયો અને બોલપટમાં મળતાં વધુ ધનકીર્તિથી આકર્ષાઈને નવીન લેખકે તેમને અનુકૂળ બને તેવી રચનાઓ તરફ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy