SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ગ્રંથ અને ચાર પુ૦ ૧૦ પ્રૌઢિવાળી છે.. અહેવાલમાં તેમણે સંવાદાત્મક તેમ જ પત્રાત્મક શૈલીનેા સહજપણે ઉપયાગ કરેલા છે. દયારામ ભૂખણની માન પામેલી પેઢીવાળા શેઠ પુરુષાત્તમદાસ ઉપર લખેલા સાત પત્રામાં સદ્ગુરુનાં લક્ષણા, પ્રભુભક્તિના મહિમા અને તેની રીત, બ્રહ્માંડની અખંડ અનંતશક્તિ વગેરે ધામિ'ક તેમ જ વિધવાવિવાહ, મૃત્યુ સમયે ચાકા કરવાના રિવાજ અને તે પછી રેાવા–કૂટવાના રિવાજ વગેરે સામાજિક બાબતે સંબંધી લંબાથી ચર્ચા કરેલી છે. તેમાં મહેતાજીનુ તત્ત્વચિંતન અને આત્મજ્ઞાન વરતાઈ આવે છે. એમાં નઈની માફક ટૂંકાં પણ સચેટ વાકયો દ્વારા પેાતાના વક્તવ્યને સામાના મન પર ઢસાવવાની દુર્ગારામની કુશળતા પણ પ્રતીત થાય છે. ઉદાહરણ તરીકે તેમના નીચેના ઉદૂંગારા જુએ : હવે અભિમાનનું ઉદાહરણ તમને લખી જણાવું છો. તે એ જે પ્રથમ તા . માણસે વના અભિમાન માની લીધા છે. તે એમ કહે કે હુ' જાતે બ્રાહ્મણ છો હું જાતે ક્ષત્રી છૌં, હું જાતે મુસલમાન છૌ, હું ખ્રિસ્તી છો, હું જૈન છો, હું શૈવ છો, હું વૈષ્ણવ છૌ, એવી રીતે અનેક જાતિનાં તથા પ થનાં, તથા જ્ઞાતિના કુલનાં અભિમાન માણસાએ માની લીધેલાં છે.”× . સિદ્ધાંતનિરૂપણમાં પ્રસંગેાપાત્ત શિષ્ટતા અને ગૌરવ ધારણ કરવા જતા આ ગદ્યની ભાષા અભ્યાસ કરવા યેાગ્ય છે. એમાં ન`દના ‘છઉ’ શબ્દપ્રયાગનુ છો. 'રૂપે દર્શન થાય છે; ' જે' અને ‘ૐ ’ ઉભયાન્વયી અવ્યયેાના વિકલ્પે ઉપયાગ થાય છે. વળી, નરસિંહરાવભાઇના ‘હુમતે ' ‘હમાર્’ ‘હાવા’ ‘ હેવું ’ ‘ સકે ' જેવા પ્રયાગા પણુ દુર્ગારામના ગદ્યમાં ધ્યાન ખેંચે છે: નવીન પ્રગતિસાધક વિચારશ્રેણી દ્વારા સુધારાના ક્ષેત્રમાં ગુજરાતી પ્રજાને દુર્ગારામે પા પા પગલી ભરાવી હતી તેા સાહિત્યક્ષેત્રે પહેલી ‘દુર્ગારામચરિત્ર’ પૃ. ૧૨૭ + એના સમનમાં નીચેનાં X અવતરણા ધ્યાનમાં રાખવા જેવાં છેઃ (૧) “આ ઉત્તમ વર્તમાન સંપૂ કરતી વખતે હું ઇશ્વરની પ્રાર્થના કરૂં છી... જે દીનાનાથ તમે આ વિચારને સહાય આપો. અમરકથી કંઈ થઈ શકે હેવું નથી. જેમ ઉલેચવા સમુદ્ર અને ટીંટોડીના જેટલું ખળ.” (. ચ. પૃ. ૨૫). (૨) “ પણ હમને એ રીત સારી લાગતી નથી. પછી હું પ્રસન્ન થઇને ખેલ્યા કે તમે હાવી સારી વાત જાણતા હસે હેવું. હું ાણતા નહાતા.” (૬. ચ. પૃ. ૨૮.)
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy