SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને પંથકાર ૫૦ ૧૦ - ઈ. સ. ૧૮૪૭ ના જાન્યુઆરિની ૨૭ મી તારીખથી દુર્ગારામે પિતાની જાહેર પ્રવૃત્તિઓની દૈનંદિની નોંધ લેવી શરૂ કરી હતી. આમ કરવા પાછળ આત્મનિરીક્ષણ કરતાં પરોપકારને હેત વિશેષ હતું એમ તેમના નીચેના ખુલાસા પરથી સમજાય છે . આજ સુધી ઘણીએક્વાર મારા મનમાં આવતું હતું કે જે અર્થે આ જગતમાં મારે ઉદ્યોગ જારી છે, અને જે જે વિચાર મારા મનમાં ઉઠેલા છે, ને ઉઠશે તે સર્વ લખી રાખવા જોઈએ. જો એમ નહિ કરું તે આગળ જે સૃષ્ટિમાં લોકો થશે તેને કંઈ મારા વિચારથી ફળ થશે નહિ તથા હવાડાંના કાળની બિનાને તે જાણશે નહિ. એ હેતુ જણને પોપકાથે જે કાંઈ થાય તે સર્વ લખી રાખવું જોઈએ.” માનવ ધર્મ સભાના કામકાજને અહેવાલ મહેતાજી પિતાની રોજનીશીમાં ઉતારતા હતા. આ રીતે તેમણે ૧૮૫૨ સુધી મા. ધ. સભાની પ્રવૃત્તિની ક્રમબદ્ધ ોંધ કરી હતી. પણ 'દુર્ભાગ્યે એ ધનાં કાગળિયાંને ઘણો ભાગ મહેતાજીની ચૌટાની નિશાળ બળી તેમાં બળી ગયા હતા. ૧૮૪૫ ના જાન્યુઆરિની ૧લી તારીખ સુધીને અહેવાલ મહેતાજી પાસે બએ હતો તેને આધારે મહીપતરામ રૂપરામ નીલકંઠે દુર્ગારામચરિત્ર' રચીને ૧૮૯૩ માં પ્રસિદ્ધ કર્યું હતું. ૧૬૮ પાનાંના એ પુસ્તકમાં મહીપતરામનું પિતાનું લખાણ ભાગ્યે જ વીસ પાનાંથી વિશેષ હશે. એમાં લગભગ ૧૪૮ પાનાં જેટલું લખાણ મહેતાજીનું પિતાનું જ છે અને મહીપતરામે દુર્ગારામની નેંધને કશા ફેરફાર વગર યથાતથ એમાં ઉતારી છે એટલે “દુર્ગારામચરિત્ર'ને મહીપતરામરચિત દુર્ગારામનું જીવનચરિત્ર કહેવા કરતાં દુર્ગારામની આત્મકથા તરીકે ઓળખાવીએ તે ટું નથી. પદ્યક્ષેત્રે આત્મકથનની પ્રણાલિકા સ્થાપનાર નર્મદે ગદ્યમાં પણ આત્મકથનની પહેલ કરી હતી એ સાચું છે? અલબત્ત પિતે ગુજરાતીમાં નવું પ્રસ્થાન કરે છે એવા ભાવ સાથે “મારી હકીકત' લખીને નર્મદે ગુજરાતી ગદ્યમાં શુદ્ધ આત્મકથનને પ્રથમ પ્રયોગ કર્યો એ સાચું; પણ એતિહાસિક દૃષ્ટિએ જોઈએ તે શિષ્ટ ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરવાનું, તેમજ ગુજરાતીમાં અભાનપણે પણ પહેલી આત્મકથા લખવાનું માન દુર્ગારામને મળે છે તેઓ પિતે અંગ્રેજી જાણતા નહતા તેમ • “ર્ગારામચરિત્ર, પૃ. ૧૩.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy