SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ચકાર-પશ્તિાવલિ નવીન વિજ્ઞાનના સિદ્ધાંતાને માનતા હતા. તે ખગેાળવિદ્યા વિદ્યાથી ઓને ખરાખર સમજણુ પાડીને શીખવતા ત્યારે પ્રાણશ કર વિદ્યાથી ઓને કહેતાઃ સાહેબ પરીક્ષા લેવા આવે તે પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગાળ છે તે ફરે છે, પણ તે તમે માના નહિ, કેમકે પૃથ્વી ગેાળ હોય ને ફરે તા આપણાં ધર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે.' દુર્ગારામનું નિશાળના મહેતાજીના કરતાં વધુ મહત્ત્વનું કામ સમાજસુધારા અને ધર્માવિચારણાનુ` છે. તેમણે ઉચ્ચનીચના ભેદ, ફરજિયાત વૈધન્ય, ભૂતપ્રેત જાદુમંતર આદિના વહેમ, અંધશ્રદ્ધા અને મૂર્તિપૂજા જેવી રૂઢિએ અને માન્યતાઓ સામે પેતાનેસૂઝી તેવી સ્વતંત્ર બુદ્ધિ-પ્રમાણિત વિચારશ્રેણી પ્રચલિત કરવાના ઠીક પુરુષાર્થ કર્યાં છે. લાકનિંદાથી ડર્યા વિના, વિધુર થયેલ દુર્ગારામે ‘ વિચારવ’ત ગંભીર પુરુષા પણ તેના દલીલ દાખલાથી માત થઈ શકામાં પડે' એવી સમ રીતે સૂરતમાં ઠેરઠેર વિધવાવિવાહના ક્રાન્તિકારક સુધારાના પ્રચાર કર્યાં હતા. તેએ જાતે મથુરી નામની ડુંગરપુરી વિધવાને પરણવા તૈયાર થયા હતા; પણ કેટલાક વિચક્ષણુ નાગરાના પ્રયાસથી, તેમને એક જ્ઞાતિજન તેમને પેાતાની કુંવારી કન્યા આપવા આગળ આવ્યા એટલે દુર્ગારામે તેને પરણીને વિધવાવિવાહના પ્રચાર કરવા હમેશને માટે છેડી દીધા, ૧૯૪૪ના નવેખરમાં મહેતાજીએ જાદુમ'તર ઉપર આક્રમણ કરતુ' ચોપાનિયું પ્રગટ કરીને ભૂવાઓને જાદુમાંતર સાચા ઠરાવવા આહ્વાન ફેંકયું હતું. એક વજેરામ નામના ભૂવાએ થાડા વખત દમદાટી અજમાવી જોઈ, પણ છેવટે મહેતાજીની જીત થઈ. ૧૮૪૨માં સૂરતમાં અંગ્રેજી નિશાળ સ્થપાઇ. તેના મુખ્ય શિક્ષક દાદાખા પાંડુરંગ જોડે દુર્ગારામને મિત્રતા બંધા. પાંચ દુદ્દાની ટાળીએ મુંબઇથી શિલાછાપ યત્ર મંગાવીને સુરતમાં સૌથી પહેલું છાપખાનું કાઢયું અને પુસ્તક પ્રસારક મડળ સ્થાપી. તા. ૨૨ જૂન ૧૮૪૪ના રાજ એ જ મડળીએ માનવધમ સભા ' સ્થાપી. એ સભા સ્થાપવાનુ` પ્રયેાજન • અજ્ઞાનને લીધે લેાકાની બુદ્ધિ બગડી ગયેલી હોવાથી તેમને સત્ય ધનુ' સ્વરૂપ બતાવવું’ એવું હતુ. ‘ અહી’આ માણસને જીવતે તે મેક્ષ મળે છે, તે જે કાઇ મૂઆ પછી મેાક્ષની આશા બતાવે છે તેના વાયદા ઉપર ભરાસેા નથી ' એમ કહીને દુર્ગારામ લેાકાને મા. ધ. સભામાં ખેલાવતા. દુર્ગારામ એ સભાના દફતરદાર હતા. દર શનિવારે નાણુાવઢમાં નવલશાના કાઠામાં સભા મળતી, તેમાં પડેલાં દુર્ગારામ- પ્રવચન કરતા, તે પછી સવાલજવાબ .
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy