SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ધર; છાયાં એટલાં છાપરાં ને માળ્યાં એટલાં ઘર; ભોજો ભગત તો એમ ભણે જે વાંઢા એટલા વર. પછી તે એમને પ્રસંગ પરથી પ્રાસયુક્ત રચના જેડી કાઢવાની જાણે કે ટેવ પડી ગઈ! એકવાર દલપતરામનાં પત્ની દળતાં હતાં. બહાર લોક પાણી ખૂંદતાં હતાં. સામે છાપરે કાગડે બેઠે હતો ને કવિ પિતે માંચી પર બેઠા હતા. તેના પરથી તેમણે જેડી કાઢયું : સાગ ઉપર કાગ બેઠે, રથે બેઠાં રાણી; બંદા બેઠા માંચીએ ને દુનિયા ડોળે પાણી. આમ કરતાં કરતાં આ ઉછરતા કવિને શામળની વાર્તાઓ વાંચવા મળી. તેર વર્ષના દલપતરામ પર શામળની સ્ત્રી ચાતુર્યની વાર્તાઓએ એવા દઢ સંસ્કાર પાડવા કે “હીરાદંતી અને “કમળલોચની' નામની બે પદ્યવાર્તાઓ તેમણે દેહરા-ચોપાઈમાં તત્કાળ રચી કાઢી. વઢવાણમાં હાનાભાઈ નામને વાણીઓ દલપતરામને પોતાની દુકાને બોલાવીને તેમની પાસે વાર્તા કહેવડાવતે ત્યારે દુકાન આગળ તાજનેનું ટેળું એકઠું થતું. પણ દલપતરામ શામળને ચીલે ચાલે તે પહેલાં તેમને સુનીતિ અને સદાચારનાં અમિશ્ર પ્રેરણુજળ પાનાર સ્વામીનારાયણને સત્સંગ થઈ. ગયો! સહજાનંદ-દર્શન એ કદાચ દલપત-જીવનને સૌથી મહાન પ્રસંગ ગણાય. જમણવાર પ્રસંગે મોસાળ ગઢડામાં આવેલા દલપતરામને સહજાનંદ સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થયાં. ચૌદેક વર્ષના એ મુગ્ધ બ્રાહ્મણપુત્ર ઉપર સ્વામીની મૂર્તિ એવો અદ્દભુત પ્રભાવ પાડે છે કે સં. ૧૮૯૦ ની વસંત પંચમી ઉપર “મારે સ્વામી પંથી થવું નથી” એવા નિશ્ચય સાથે મામાની જોડે મૂળી ગયેલા દલપતરામ સ્વામીનારાયણ પંથની દીક્ષા લઈને ત્યાંથી પાછા ફરે છે! ઈશ્વરના અવતારની આવશ્યકતા તથા પ્રાચીન ધર્મશાસ્ત્રની ઉપયોગિતા પરત્વે દલપતરામના મનનું સમાધાન કરીને સ્વામી ભૂમાનંદ તેમને ગૃહસ્થીના પંચ વર્તમાનની દીક્ષા આપી. ભૂમાનંદ સ્વામીએ દલપતરામને ધર્મ-દીક્ષા આપી તે દેવાનંદ સ્વામીએ તેમને કાવ્ય-શિક્ષા આપી હતી. આજ સુધી દલપતરામ મેજને ખાતર જોડકણ જોડતા હતા. તેની પાછળ ઊંડે અભ્યાસ કે ગંભીર વિચારણું નહતી. સં. ૧૮૯૦ અને ૧૮૯૭ના ગાળામાં કકડે કકડે મૂળીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાના ગ્રંથોને સંગીન અભ્યાસ કર્યો. એ વખતે દેશભરની મુખ્ય
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy