SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-શરિતાવલિ એ જમાનામાં મુંબઈ શહેરના શેરીફ તરીકે, યુનિવર્સિટીના ફેલો તરીકે, મુંબઈ સરકારની કાઉન્સિલના સભ્ય તરીકે અને મહેસૂલી ખાતાના નિષ્ણાત તરીકે ઝવેરીલાલભાઈએ ધપાત્ર લોકસેવા બજાવી હતી. સાહિત્યક્ષેત્રે તેમણે “મનુસ્મૃતિ' તથા “શાકુંતલ'ના પ્રથમ પહેલા ગુજરાતી અનુવાદ આપીને પિતાને ફાળો નોંધાવ્યો છે. મનઃસુખરામ ત્રિપાઠી અને તેમની સંસ્કૃતમય શૈલીના ઝવેરીલાલ વિરોધી હતા. તેમણે કરેલું “અભિજ્ઞાન શાકુંતલ'નું ભાષાંતર અનેક ભૂલવાળું હોવા છતાં એકંદરે સરળ અને રસગ્રાહી છે, તરજુમાની સાથે છંદની સમજુતી, રસાદિવિષયક ટીકા અને અઘરા શબ્દોના અર્થ જોડીને તેમણે સામાન્ય વાચકને માટે ભાષાંતરને ઉપયોગી બનાવવાનો હેતુ ઠીક પાર પાડ્યો છે. પં. ભગવાનલાલ ઈન્દ્રજી તથા તે વખતે સંન્યસ્તાશ્રમમાં રહેલા ભાવનગરના બાહોશ દિવાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનાં જીવન-ચરિત્ર તેમણે અંગ્રેજીમાં લખ્યાં છે. તેમણે એમાં આપેલી માહિતીને ઉપગ પાછળથી ગૌરીશંકર ઓઝાનું મોટું ચરિત્ર લખવામાં થયો હતો, એટલું જ નહિ, પિતે ઉપયોગ નહિ કરી શકેલ જીવનસામગ્રીને વ્યવસ્થિત કરવામાં તેમણે એમના પુત્રોને પણ કીમતી મદદ કરી હતી. કૃતિઓ કૃતિનું નામ પ્રકાશનસાલ પ્રકાશક અનુવાદ કે મૌલિક ૧. અભિજ્ઞાન શાકુંતલ ૧૮૧૭ નાનાભાઈ રુસ્તમજી સંસ્કૃતનો અનુવાદ રાણીનાઃ યુનિયન પ્રસ, મુંબઈ ૨. મનુસ્મૃતિ 9. Gaorishanker : ૧૮૯૯ એજ્યુકેશન સેસાયટી મૌલિક Udayashanker C. S. I. પ્રેસ, મુંબઈ ૪. Pandit Bhagawanlal ? Indraji ઉપરાંત, નાનાભાઈ રુસ્તમજી રાણીના તથા અરદેશર ફરામજી મૂસે તૈયાર કરેલા અંગ્રેજી-ગુજરાતી દેશની બીજી આવૃત્તિ તૈયાર કરવામાં તેમણે મદદ કરી હતી.. અભ્યાસ૧. મહાજન-મંડળ; પૃ. ૯૭૦-૯૭૨. ૨. “સત્યવક્તાની ગુર્જર અગ્રેસર ચિત્રાવલિ, ક્રમાંક ૧૨ ૩. મરણમુકર ( ન. . દીવેટિયા ); પૃ. ૧૪૩–૧૪૭ ૪. કાવ્યતત્વવિચાર' (આ. બા, મુવ); ૫. ૧૬–૧૭૭. મ જે
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy