SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત ત્યારે બીજી બાજુથી નાણાંને ઝુગાવા વધતા જ ચાઢ્યા. મૂડીવાળાઓ, ઉદ્યોગપતિઓ, નાનામેાટા વેપારીએ અને અમલદારાએ આ તર્કના મેાટા લાભ ઉઠાવી કાળાં બજાર, નફાખોરી, લાંચરૂશ્વત અને વિલાસવૈભવે અનહદ વધારી મૂકયાં. પરિણામે, વિશ્વયુદ્ધની જેમ ભારતની પ્રજાને જીવનસંગ્રામ પણ કરુણ અને ભીષણ બન્યા. નિયંત્રણને કારણે કાગળની અછત ઊભી થવાથી ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિમાં અવરેાધ આવ્યેા. મેધવારીએ પુસ્તકાનાં મૂલ્યા વધારી મૂકયાં; ખરીદનારા એછા થયા. કેટલાય ઉપયેાગી લેખા, મહત્ત્વની સનસ્કૃતિએ અને નોંધપાત્ર સ`શેાધનેા-સંપાદના તેના રચનારની પેટીમાં અપ્રગટ પડ્યાં રહ્યાં. ઇ. સ. ૧૯૪૫ સુધી પ્રકાશનમર્યાદાની આ સ્થિતિ ચાલુ રહી. યુદ્ધની સંહારલીલા અને તેણે પલટાવેલી જીવનસ્થિતિને કેટલાક સકાએ પેાતાના કવનવિષય બનાવ્યેા. પ્રેા, ઠાકાર, કવિ ન્હાનાલાલ, ‘સ્નેહરશ્મિ', ‘ સુ’દરમ્', ઉમાશ'કર, મનસુખલાલ, માણેક, ‘ઉપવાસી', ‘સ્વસ્થ’ આદિ કવિઓએ અને રમણલાલ, મેઘાણી, ચુ. વ. શાહ, જયંતી દલાલ ગાવિદભાઈ અમીન, નીરુ દેસાઈ આદિ વાર્તાકારાએ કાઇ કાઇ કૃતિઓમાં તેના ઓળા પાડ્યા. પણ મરાઠી કે બંગાળી સાહિત્યમાં યુદ્ધના અને તેની જીવલેણુ અસરના જેટલા પડધા સંભળાય તેટલા આપણા સાહિત્યમાં સભળાતા જણાયા નથી. વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં ’૪૨ની ‘હિંદ છેડા ’ની લડત ભારતના ઇતિહાસ માટે યુદ્ધથી ય વધુ પ્રભાવક આંદોલન બની રહી. હડતાલા, ભાંગફોડના બનાવા, આગ, હિંસા, ભૂગપ્રવ્રુત્તિ, અસહકાર, જેલગમન, શહીદી વગેરે, ગાંધીજી અને અન્ય નેતાએ જેલ જતાં, દેશમાં થેાડેાક સમય પ્રવતી રહ્યાં; મુક્તિસ ંગ્રામના અનેક સૈનિકા અપંગ થયા, રાવિહીન રહ્યા; રાત્રિફરમાતા, ધરપકડા અને ગાળીબારાની પરપરા ચાલી. સરકારની દમનનીતિ અને અસહકારીઓની સહનવૃત્તિએ માઝા મૂકી. પણ આમમ? '૨૦ અને ’૩૦નાં મુક્તિસ`ગ્રામ વેળા આપણી સમગ્ર પ્રજા અને સાહિત્યકારોમાં જે શ્રદ્ધા, નિષ્ઠા, ઉત્સાહ અને ભબ્યાદાત્ત ભાવનાએનાં પૂર ઊમટેલાં તે આ વખતે ક્રમ જણાયાં નહિ? માત્ર ઘેાડાક જવાના, વિદ્યાથીએ અને કેટલાક પીઢ કાર્યકરેાએ જ એમાં કેમ સક્રિય રસ બતાવ્યેા ? બાકીના બીજા બધા–લેખક્રેા, વકીલા, મજૂરા, ખેડૂતા, કારીગરા, સરકારી અમલદારો, વેપારીઓ, શિક્ષકા વગેરે-મૂક સાક્ષી બનીને કેમ બેસી રહ્યા? શું એનું
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy