SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કેશવલાલ હરિરામ ભટ્ટ “કેશવકૃતિ'ના કર્તા તરીકે જાણીતા સ્વ. કેશવલાલ હરિરામને જન્મ વિ. સં. ૧૯૦૭માં તેમના વતન મોરબીમાં થયો હતો. પિતાનું નામ હરિરામ વ્રજનાથ અને માતાનું નામ ઝવેરકુંવર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. તેમનાં લગ્ન સં. ૧૯૨૬માં મેંઘીકુંવર વેરે થયાં હતાં. સં. ૧૯૪૭ માં મેંઘીકુંવરનું અવસાન થતાં સં. ૧૯૪૫માં તેઓ ફરી પરણ્યા. તેમનાં બીજાં પત્નીનું નામ મણિકુંવર હતું. તે કેશવલાલના મૃત્યુના થોડા માસ અગાઉ ગુજરી ગયાં હતાં. કેશવલાલભાઈએ આરંભનાં અગિયાર વર્ષ મોરબીમાં કેવળ બાળરમતમાં જ પસાર કર્યા હતાં. સં. ૧૯૧૮ માં તેઓ તેમના મોસાળ પોરબંદરમાં આવ્યા. ત્યાંના વિખ્યાત પંડિત જયકૃષ્ણ વ્યાસ તેમના મામા થાય. અહીં તેમણે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. સં. ૧૯૨૪માં તેઓ મામા શ્રી જયકૃષ્ણ વ્યાસ સાથે મુંબઈ ગયા ત્યારે “શ્રીમદ્દ ભાગવત'ના અભ્યાસ સુધી પહોંચ્યા હતા. મુંબઈના વિશાળ પ્રદેશના અવલોકન અને જનસંસર્ગથી કેશવલાલભાઈનાં બુદ્ધિ અને હૃદયને વિકાસ થયો, એટલે તેમનામાં ઊંડું મનન અને નિરીક્ષણ કરવાની શક્તિ ખીલી. એક વર્ષ મુંબઈમાં ગાળીને મોરબી આવ્યા ત્યારે તેમને ગુજરાતીને અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. સં. ૧૯૨૫ માં ૧૮ વર્ષની ઉંમરે કેશવલાલ ગુજરાતી ત્રીજા ધોરણમાં દાખલ થયા. સ્વેચ્છાએ શરૂ કરેલા આ અભ્યાસમાં કેશવલાલે “પિતાની બુદ્ધિનો ખરો ચળકાટ” બતાવ્યું. ચાર જ માસમાં તેમણે ત્રીજા ધોરણથી માંડીને એકાદ બે અંગ્રેજી ધોરણ ઉપરાંત ટ્રેનિંગ કૅલેજના પ્રવેશક સુધીનો અભ્યાસ તૈયાર કરી લીધે ! કેશવલાલની ઈચ્છા ટ્રેનિંગ કોલેજમાં જવાની હતી, પણ પિતાની નામરજી હેવાથી તેમ નહિ કરતાં તેમણે મેરી મહાલના એક ગામડામાં મહેતાજીની ૧૨ કે ૧૩ રૂપિયાના માસિક દરમાયાની નોકરી સ્વીકારી, પણ તબિયત બગડતાં એક માસમાં જ તે નોકરી તેમને છોડવી પડી. તબિયત સુધર્યા પછી સરકારી નેકરી કરવાનો વિચાર હમેશ માટે માંડી વાળીને કેશવલાલ પુનઃ સંસ્કૃત ભાષા-સાહિત્યને અભ્યાસ શરૂ કર્યો. તે વખતમાં શીઘ્ર કવિ તરીકે જાણીતા શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરના સહવાસથી બે વર્ષમાં જ કેશવલાલની કવિત્વશક્તિ ઉત્તેજાઈ. એટલામાં માતાપિતાનું અવસાન થતાં કેઈ નિશ્ચિત વ્યવસાય શેધવામાં તેમને ધ્યાન પરોવવું પડ્યું. આ અરસામાં મુંબઈમાં
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy