SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શકે અને થથકાર ૫. ૧૦ તરફથી પુસ્તકાકારે પ્રકટ પણ થયું હતું. ૧૮૯૩ માં તેમણે વિદ્યાસભાને ભજનવ્યવહાર ત્યાં બેટીવ્યવહાર’ નામે નિબંધ લખી આપે, જેમાં તેમણે ભજનવ્યવહાર હોય ત્યાં કન્યાવ્યવહાર કરવાથી સમાજની અભિવૃદ્ધિ થાય છે એમ સિદ્ધ કર્યું છે. ૧૯૦૭ માં તેમણે ગ્લીન બાર્લોકૃત “ઇન્ડસ્ટ્રિયલ ઈન્ડિયા’ નામના અંગ્રેજી પુસ્તકનું હિન્દની ઉદ્યોગસ્થિતિ” એ નામે ગુજરાતી ભાષાંતર પણ વિદ્યાસભાને કરી આપ્યું હતું. આ કૃતિ તેમની સ્વદેશી ઉદ્યોગની ખિલવણી માટેની ધગશના પુરાવારૂપ છે. ઈ. સ. ૧૮૯૨ ના જાન્યુઆરિમાં કેશવલાલે “પ્રભા” નામે માસિક કાઢેલું. તેના બીજા વર્ષના પાંચ અંક શ્રી શંકરલાલ દ્વારકાંદાસ પરીખ પાસે જોવા મળે છે. તેમાં અંગ્રેજ સંસારની કાદંબરી” “રાજ્ય-પદ્ધતિ “સાતમી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' “સ્ત્રીઓની સ્વતંત્રતા', ધારાસભાના બંધારણમાં ફેરફાર” “સાંસારિક સ્થિતિનું અવલોકન' વગેરે લેખે તેમણે લખેલા માલુમ પડે છે. એ સામયિકમાં ઈંગ્લડ બેરિસ્ટર થવા ગયેલા (અને પછી ત્યાં જ વર્ષો સુધી પ્રીવી કાઉન્સિલમાં વકીલાત કરીને ૧૯૪૬ માં “કીંઝ કાઉન્સિલની પદ્ધી જેમણે પ્રાપ્ત કરી હતી તે) જેઠાલાલ પરીખના પત્ર—“ઈંગ્લાંડમાં ગયેલા એક તરુણના પત્રો,' એ શીર્ષક નીચે છપાયા હતા. ઈ. સ. ૧૯૦૭ માં “સ્વદેશી ઉદ્યોગને સંદેશ' ગુજરાતભરમાં ફેલાવવાના હેતુએ તેમણે એક બીજું માસિક શરૂ કરેલું, તેમાં તેઓ દેશી કારીગરી, દેશી ઉદ્યોગ, ઔદ્યોગિક સાહસ, ઉદ્યોગી પુરુષોની નરરત્નાવલી, ઉદ્યમભવન, ઉદ્યમસાહસનો સિદ્ધાંતમાળા વગેરે વિશે દેશદાઝની ઊંડી લાગણીથી પ્રેરાયેલું ઉપગી સાહિત્ય મૂકતા ગયા છે. સંસારસુધારો સ્વ. કેશવલાલના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમનાં લખાણોને પણ એ જ મુખ્ય સૂર છે. નાનપણથી જ તેઓ સુધારક વિચારતા હતા. અમદાવાદના બાળલગ્નનિષેધક મંડળની સ્થાપના તથા સંચાલનમાં સ્વ. કેશવલાલને અગ્રગણ્ય હિસ્સો હતા. સ્વ. કેશવલાલ કૃવની સાથે એ મંડળના તેઓ મંત્રી હતા. આ મંડળના દરેક સભ્ય પિતાના દીકરાને સોળ વર્ષ પહેલાં નહિ પરણાવવાની અને વરકન્યાના વય વચ્ચે પાંચ વર્ષને તફાવત રાખવાની પ્રતિજ્ઞા લેવી પડતી. આ મંડળ પછીથી “ગુજરાત હિંદુ સંસારસુધારા સમાજ' રૂપે ફેરવાઈ ગયું. બાળલગ્નનિષેધ, સ્ત્રીકેળવણી અને નાતવરા તથા વરડાના ખર્ચ ઘટાડવા અંગે લેકમત કેળવવાને કાર્યક્રમ એ મંડળ તરફથી યોજાતે. તદનુસાર
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy