SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ચથ અને થકાર પુ. ૧૦ કક્કાવાર યાદી કરીને તેમણે ૧૮૮૭ના જુલાઈના “આર્ય જ્ઞાનવર્ધક' માસિકના અંકમાં તે છપાવી હતી. આ દિશામાં થયેલાં કાર્યોમાં ઇચ્છારામે આમ પહેલ કરેલી. આ યાદીમાં પ્રેમાનંદ, તેના કહેવાતા પુત્ર વલ્લભ અને તેના શિષ્ય વલ્લભનાં નામ તેમજ કાવ્યોનો ઉલ્લેખ છે. પ્રેમાનંદનાં ત્રણ નાટકે વિશે પણ તેમાં ઉલ્લેખ છે. બુ. કા..ના બીજા ભાગમાં નરસિંહ મહેતાનું ને ત્રીજામાં અખાનું જીવનચરિત્ર તેમણે મૂક્યું છે. અખાનાં પદે, છપાઈ. લખાણ તેમણે કવિ હીરાચંદ કાનજીની સહાયથી એકઠું કર્યું હતું. બ. ક. દેના ચોથા ભાગમાં પ્રીતમ તથા. વસ્તાનાં ચરિત્રે, પાંચમામાં કવિ દયારામનું ચરિત્ર, સાતમા માં તનસુખરામ મનસુખરામ પાસે લખાવીને મૂકેલું મીરાંબાઈનું ચરિત્ર અને આઠમામાં સ્વ. અંબાલાલ બુ. જાની પાસે લખાવીને મૂકેલું કવિ નાકરનું ચરિત્ર-આમ અનેક મધ્યકાલીન કવિઓનાં જીવન તથા કાવ્યનો ઈતિહાસ ગુજરાતી સાહિત્યને સૌથી પ્રથમ ઇચ્છારામે પૂરે પાડ્યો છે. પોતે લખેલાં ચરિત્રોને પ્રમાણભૂત બનાવવા સારુ પણ તેમણે યથાશક્તિમતિ સારા પ્રયત્ન કર્યા છે. ગ્રંથકાર તરીકે સ્વ. ઈચ્છારામની બીજી મોટી સેવા તે તેમણે ધાર્મિક સાહિત્ય લેકગમ્ય કરવાને પુરુષાર્થ કર્યો તે છે. સૌથી પહેલાં તેમણે ૧૮૮૬માં પદબંધ ભાગવતના સંશોધનનું કામ આરંવ્યું. પ્રેમાનંદ અને સુંદરના “દશમસ્કંધ ઉપરાંત ગણદેવીના વ્યાસ વલ્લભનું ૧૧ સ્કંધનું ભાગવત-કાવ્ય તેમણે સંપાવું અને મૂળ ભાગવત સાથે સરખાવીને કવિએ તજી દીધેલ પાઠેને ટીકામાં મૂકીને, જૂની હસ્તપ્રતો. પરથી તેમણે તેનું સંશોધન કર્યું. એની પાછળના ભાગમાં નર્મદે કરેલું ગીતાનું સરળ ગુજરાતી સટીક ગદ્ય-ભાષાંતર તેમજ ઠક્કર પ્રાગજીકૃત ગીતાનું ગુજરાતી પદ્ય ભાષાંતર અને તુલસીદાસજીના સમલૈકી હિન્દી દુહા પણ છાપેલા છે. ૧૮૮૯માં આ દળદાર ગ્રંથ પ્રકટ થયે. તે જ સાલમાં તેમણે ચંદ્રકાન્ત' ભા. ૧લે લખવા માંડ્યો. એમાં તેમણે વેદાંતના વિષે સહેલી ભાષામાં સરળ દષ્ટાંત વડે સમજાવ્યા છે. આ ગ્રંથ લેખકના ધાર્યા કરતાં વિશેષ કપ્રિય બન્યા. તેમાં ઈચ્છારામે જિંદગીભર કરેલ શ્રવણમનનને ઉત્તમ ઉપયોગ કર્યો છે ૧૮૮૫-૧૮૯૨ના ગાળા દરમિયાન ગુજરાતી પ્રેસની આર્થિક સ્થિતિ ઘણી ચિંતાજનક હતી. આથી ઈછારામનું મન ૬. એજન ૫, ૨૦-૨૪,
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy