SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫, ૧૦ દર્શાવતું આ પત્ર આથી સારો આવકાર પામ્યું. આ પત્ર દ્વારા ઇચ્છારામે ચક્કસ પ્રજામત કેળવવા પ્રયાસ કર્યો અને ૧૪૫ ગ્રાહકોથી શરૂ થયેલું પત્ર ૧૮૮૩ની આખરે ૮૫૦ ની ગ્રાહક સંખ્યા સુધી પહોંચી ગયું. ત્યારબાદ તે તેને ફેલાવો સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં થયો. નર્મદના “ધર્મવિચાર 'માં ગ્રંથસ્થ થયેલા ઘણાખરા લેખે મૂળે “ગુજરાતી માં છપાએલા. સ્વ. મણિલાલ દ્વિવેદીને સુપ્રસિદ્ધ લેખ “નારી પ્રતિષ્ઠા’ પણ સૌથી પ્રથમ આ જ પત્રમાં આઠ હપતે પ્રકટ થએલે. એ જ વર્ષે “ગુજરાતી' પ્રેસની સ્થાપના થઈ. પહેલાં માત્ર 2 પાનાનું નીકળતું “ગુજરાતી” હવે સોળ પાનાનું થયું. ત્યારબાદ ઇ.સ. ૧૮૮૫માં હિન્દી રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના થઈ ઈચ્છારામ ફિરોજશાહના શિષ્ય હતા તેથી તેમણે “કાંગ્રેસનું મંતવ્ય એ જ “ગુજરાતી 'નું મંતવ્ય ” એવી નીતિ રાખીને મહાસભાને પક્ષે સારો લોકમત કેળવ્યા. ગુજરાતી” પત્ર અને પ્રેસ સ્થિર થતાં ગયાં તેમ ઈચ્છારામની પત્રકાર તરીકેની કારકિદીને ઉત્કર્ષ થવા લાગ્યો. પણ પત્રકાર થવા ઉપરાંત ગ્રંથકાર થવાની ઇચ્છારામની મહત્ત્વાકાંક્ષા હતી. મુંબઈમાં પગભર થતાં વેંત જ એ દિશામાં તેમણે પ્રયત્ન શરૂ પણ કરી દીધા હતા. ઈ. ૧૮૮૧-૮૨ માં “આર્યજ્ઞાનવર્ધક' નામનું માસિક પત્ર ચલાવતા તે સમયના જાણીતા કવિ સવિતા નારાયણ સાથે તેમને પરિચય થયો. એમના પત્રમાં ઈચ્છારામે “ગંગા-એક ગુર્જર વાર્તા' નામની સામાજિક વાર્તા કકડે કકડે પ્રકટ કરી. આ વાર્તામાં સુરતના નાગર વાણિયાની ન્યાતને અને આત્મારામ ભૂખણવાળાના નામને તેમણે અમર કર્યું છે. એ જ પુસ્તકમાં આડકથા તરીકે તેમણે સૂરતની શિવાજીની લૂંટ' નામની ઐતિહાસિક વાર્તા લખી છે. ઈચ્છારામના સાહિત્યકાર તરીકેના આ બે પ્રાથમિક યત્નો છે. ઈસ. ૧૮૮૮માં આ બે કૃતિઓ સંયુક્ત પુસ્તકાકારે પ્રગટ થયેલી. સ્વ. મણિલાલ દ્વિવેદીએ તેમના વિચારેને આવકારીને ગુજરાતી ભાષાના ૧૦ શિષ્ટ ગ્રંથમાં “ગંગા ને પણ સ્થાન આપ્યું છે. ૧૮૭૮ માં “સ્વતંત્રતા' માસિકમાં લખવા માંડેલી “હિંદ અને બ્રિટાનિયા” નામની વાર્તા ઈચ્છારામે ૧૮૮૩ થી '૮૫ સુધીમાં પૂરેપૂરી લખીને ૧૮૮૬માં પ્રકટ કરી. આ પુસ્તકે ઈરછારામને જાહેરમાં સારી પ્રસિદ્ધિ અપાવી. એ પુસ્તક તેમણે તે વખતના હિન્દન વાઇસરોય લેડ રિપનને અર્પણ કર્યું હતું. એમાં તેમણે હિંદ તથા ઈંગ્લાંડના ઇતિહાસની
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy