SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ પ્રાથમિક પાઠ” (હરરાય દેસાઈ અને તારાબેન ત્રિવેદી), “હીરામોતી” અને “ચોપગની દુનિયા” ખંડ ૨-૩ (રમણલાલ ના. શાહ), “સાગરની રાણી” (સોમાભાઈ પટેલ), “લાલાનો ભેળ” (નાગરદાસ પટેલ) “આપણે આંગણે ઊડનારાં', 'આંગણાંના શણગાર', “ઊડતાં ભંગી', “વગડામાં વસનારાં', “રૂપરૂપના અંબાર ', “કંઠે સોહામણ', “પ્રેમી પંખીડાં” (નિરંજન વર્મા–જયમલ્લ પરમાર) “બાલવિજ્ઞાન વાચનમાળા' પુ. ૧ થી ૫ (ન. શાહ અને ઠા. શ્રી, ઠાકર) “દિ-સૂરજ’ (રમણલાલ સોની), વિજ્ઞાન વિનોદ' (નવલકાન્ત ભાવસાર ), ઇત્યાદિ ખાસ ઉલ્લેખપાત્ર છે. બાલભોગ્ય પુસ્તકોનું પ્રકાશન કરનારી સંસ્થાઓની સંખ્યા પણ આ દાયકામાં ઠીક ઠીક જણાય છે. શ્રી. દક્ષિણામૂતિ બાલસાહિત્યમાળા, . ભાવનગર; શ્રી. ગાંડીવ સાહિત્યમંદિર અને શ્રી. યુગાન્તર કાર્યાલય, સૂરત; નવચેતન સાહિત્ય મંદિર, ભારતી સાહિત્ય સંધ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય; બાલજીવન કાર્યાલય અને સયાજી બાલજ્ઞાનમાળા, વડોદરા, બાલવિદા કાર્યાલય, મલાડ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, કમલ પ્રકાશન મંદિર, સંદેશ પ્રકાશનમંદિર, અમદાવાદ; આર. આર. શેઠ, એન. એમ. ત્રિપાઠી, એન. એમ. ઠક્કર, મુંબઈ; આપણું બાલગ્રંથમાળા, ભરૂચ, નવયુગ પુસ્તક ભંડાર, રાજકેટ; ગ્રામદક્ષિણામૂર્તિ પ્રકાશન, આંબલા અને અન્ય પ્રકાશન સંસ્થાઓએ વિધવિધ પ્રકારની બાલગ્રંથમાળાઓ આ | દાયકે પ્રગટ કરી છે. પુસ્તકોની સજાવટ અને સંખ્યાદષ્ટિએ બાલસાહિત્યનાં પુસ્તક અને તેને પ્રગટ કરનાર સંસ્થાઓ અન્ય કોઈ વિભાગના કરતાં વધુ તેજી બતાવે છે. ફક્ત ઊછરતી પેઢીનાં હૃદયબુદ્ધિ અને જીવનરસને પ્રફુલ્લા અને તેમનામાં ઊંચા સંસ્કાર રોપે એવી સત્વશીલ સામગ્રી સાચી બાલભોગ્ય શૈલીમાં વધુ વધુ પિરસાતી જાય, એ અપેક્ષા હજુ રહે છે. પ્રકીર્ણ - જે નોંધપાત્ર પુસ્તકે આગળના કાઈ વિભાગમાં સમાઈ શક્યાં નથી, તેની ગણના કરવા માટે આ નવો વિભાગ પાડ પડે છે. એવાં પુસ્તકો નીચે મુજબ ઃ આત્મનિરીક્ષણ અને સંક૯૫”: શ્રી. રમણલાલ દેસાઈના દેશપ્રેમી લાગણીશીલ મનને આજુબાજુ નજર કરતાં વ્યક્તિગત આચારો સામાજિક
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy