________________
૮૯
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ નામે (હરિશ્ચંદ્ર ભટ્ટ) સરસ રીતે લખાઈ છે. રશિયન ક્રાન્તિના એક આત્માની જીવનકથા ‘ટ્રાટ્કી’(રતિલાલ મહેતા) ર।માંચક તથા રાજીવ શૈલીએ લખાઇ છે. ‘એડેાલ્ફ હિટલર’ (સી. એમ. શાહ) એ જર્મન સરમુખત્યાર હિટલરના જીવનની સંક્ષિપ્ત માહિતીવાળી પુસ્તિકા છે. ‘માર્ટિન લ્યુથર’ (વિદ્યારામ વસનજી)ની સંક્ષિપ્ત જીવનકથામાં ધર્મવિષયક નિબંધ જોડવામાં આવ્યા છે.
‘યુરોપની ભીતરમાં’(ચંદ્રભાઈ ભટ્ટ) : એ સુપ્રસિદ્ધ અંગ્રેજી પુસ્તક Inside Europeનું ભાાંતર છે. એમાં જર્મની, ટાલી, ઈંગ્લાંડ, સ્પેન, રશિયા, આયલાંડ અને તુર્કીના ચાળીસેક રાજપુરુષાનાં જીવન, કાર્ય અને ધ્યેય વિશેની માહિતી રેખાચિત્રાની શૈલીથી આપવામાં આવી છે.
ધર્મ અને તત્ત્વજ્ઞાન
ધર્મને બે સાંપ્રદાયિક દૃષ્ટિએ જોઇએ તે પૃથક્પૃથક્ ધર્મી અને સંપ્રદાયાનાં પરંપરાગત પુસ્તક! અને તેની નવીનવી આવૃત્તિ દર વર્ષે મેોટા પ્રમાણમાં બહાર પડતી જ રહે છે. સાંપ્રદાયિક કે અસાંપ્રદાયિક જે ધર્મગ્રંથા તાત્ત્વિક છે, કાંઇક નવીનતાવાળા છે, વિશિષ્ટ દૃષ્ટિપૂર્વક અનુવાદિત કે સંપાદિત થયા છે તે ઉપર જ આ વિભાગમાં દૃષ્ટિપાત કર્યો છે.
આવાં પુસ્તકાનું આપણું મૌલિક ધન થાડું તથા અનુવાદિત-સંપાદિત ધન વિશેષ છે. એ બીજા પ્રકારનું ધન જ ગુજરાતી ધર્મતત્ત્વજ્ઞાનના સાહિત્યની નવીન સમૃદ્ધિરૂપ છે એમાં શંકા નથી. એ નવીન સમૃદ્ધિ વડે સાંપ્રદાયિક દિષ્ટના હ્રાસ અને અસાંપ્રદાયિક-સમન્વયકાર દષ્ટિના વિકાસ થત જોઈ શકાય છે, ધર્મ તથા વિજ્ઞાનના સુમેળ સાધતી દૃષ્ટિ ધર્મચિંતકામાં વિશેષ ખીલતી જશે તેમતેમ એ સાહિત્ય સાંપ્રદાયિકતાના કિનારા છેાડીને ધર્મની વિશાળ ભાવના તરક વહેવા લાગશે એવાં ચિહ્નો આ પાંચ વર્ષની એ વિષયની સાહિત્યસમૃદ્ધિ ઉપરથી તારવી શકાય છે. એ દૃષ્ટિ જેટલી પશ્ચિમમાં ખીલી છે તેટલી પૂર્વમાં ખાલી નથી, પણ જે કાંઇ અંશે ખીલી છે તેના પરિણામે પ્રાપ્ત થયેલું થાડું પણ મૌલિક અને અનુવાદિત સાહિત્ય ઉચ્ચ કોટિનું છે. સામાન્ય ધર્મ
‘વ્યાપક ધર્મભાવના’ (ગાંધીજી) માં સમાજવ્યવસ્થા, કેળવણી, રાજકારણ, ગ્રામસેવા, તથા સ્વદેશીધર્મ એ બધાં સેવાક્ષેત્રેના પાયે ધર્મભાવ