SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ८२ ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ પુસ્તક છે. ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક વાતાવરણની જે ભૂમિકા હેમચંદ્રને પ્રાપ્ત થઇ હતી તેના વિસ્તૃત પટ ઉપર લેખકે પાથરેલું એ જીવન વધારે દીપી નીકળે છે. હેમચંદ્રાચાર્યની કેટલીક અલૌકિક જીવનઘટના માનનારી જૈન સાંપ્રદાયિકતાને લેખકે વૈજ્ઞાનિક રીતે ઘટાવવાના યત્ન કર્યાં છે ત્યાં ચરિત્રનાયકની અતિમાનવતા દેખાય છે. હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ' (ભાગીલાલ જ. સાંડેસરા) : એ એ જૈનાચાર્યના શિષ્યા સંબંધી પ્રાચીન ગ્રંથામાંથી તારવેલી માહિતીની પુસ્તિકા છે. ‘બાપુ’ (ઘનશ્યામદાસ બીરલા) : લેખકે ગાંધીજી સાથેના પચીસ વર્ષના સંસર્ગ દરમિયાન એમની નજીકથી કરેલા અભ્યાસના ફળરૂપ આ પુસ્તક છે. ગાંધીજીના જીવનનાં પાતાને પરિચિત પાસાંનું બયાન સારગર્ભ શૈલીથી આપવામાં આવ્યું છે. લેખકે ગાંધીજીના વ્યક્તિત્વનું તારતમ્ય કાઢયું છે તેમાં લેખકની દૃષ્ટિની ઊપાનું પણ પ્રતિબિંબ છે અને તેથી ગાંધીજી પ્રત્યેના તેમને અહાભાવ પણ કેટલેક અંશે ઊતર્યાં છે. ગાંધીજીના જીવનના પચીસ વર્ષના ખંડ એ પુસ્તકમાં આલેખાયા છે. તેવા ખીને ખંડ-ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના એકવીસ વર્ષના જીવનને લગતા ખંડ ‘ગાંધીજીની સાધના’ (રાવજીભાઈ મણિભાઈ પટેલ)માં આલેખાયા છે. પ્રવાહી શૈલી, ચિંતનીય પ્રસંગકથાનકા અને ગાંધીજીનાં કેટલાક પત્રા એ બધું સારી પેઠે રસ નિભાવી રાખે છે. ‘કવિવર રવીન્દ્રનાથ ઠાકુર' (કાન્તિલાલ ભ. શાહ)ઃ એ સ્વ. કવિવરના જીવન અને કવનના પરિચયાત્મક ગ્રંથ એટલે તેમાં જેવી રીતે તેમના જીવનની માહિતી અપાઇ છે તેવી રીતે તેમના સાહિત્યની સૌરભના પણ અહેાભાવયુક્ત પરિચય આપ્યા છે. કાકા કાલેલકરને પ્રસ્તાવનાલેખ ગ્રંથની દીપ્તિમાં ઉમેરા કરે તેવા છે. ‘એ ખુદાઇ ખીદમતગાર' (મહાદેવ દેસા) : સરહદ પ્રાંતની પ્રાચીન અને અર્વાચીન તિહાસભૂમિકાની વચ્ચે એ પઠાણુ નરવીરે ખાન અબ્દુલગફારખાન (સરહદના ગાંધી) અને તેમના મેાટા ભાઈ ડૉ. ખાનસાહેબ એ બેઉ વીરાની આ રામહર્ષણ કથા છે. જીવનના નાનામેાટા પ્રસંગેાને તેમાં સરસ રીતે ગૂંથી લેવામાં આવ્યા છે. ‘ભારતસેવક ગાખલે’ (જુગતરામ દવે) : સ્વ. ગેાપાલ કૃષ્ણ ગેાખલેના જીવનપ્રસંગેાના વિસ્તારની વિશેષતા કરતાં રજૂ કરેલા પ્રસંગાનું નિરૂપણ વધારે રસમય શૈલીથી કરવામાં આવ્યું છે, અને કથાનાયકનું દેશસેવામય માનસ દીપી નીકળે છે. ‘નૌજવાન સુભાષ’ (ગુણવંતરાય આચાર્ય): એ હિરપુરાની રાષ્ટ્રીય
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy