SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય-સાહિત્ય-વિવેચન તાનું નિરસન કરવા લેખકે દૃષ્ટાંતો સાથે આ અભ્યાસ પૂર્ણ નિબંધની રચના કરી છે. “સાહિત્યસમીક્ષા' તથા “વિવેચનમુકુર' (વિશ્વનાથ મ. ભદ) : વિવેચનલેખોને એ બેઉ સંગ્રહમાં લેખકને તલસ્પર્શી અભ્યાસ, સમતલ ન્યાયદૃષ્ટિ, ઉચ્ચ અભિરુચિ, સેંદર્યપરીક્ષક દૃષ્ટિ અને સતત જાગ્રત જવાબદારીનું ભાન પ્રકટ થતાં રહે છે. દલપત, નર્મદ, નરસિંહરાવ, બળવંતરાય, નંદશંકર, બોટાદકર વગેરે સાહિત્યકારોનાં સર્જનોની મુલવણીમાં તથા વાર્ષિક ગ્રંથસમીક્ષાઓમાં તે પૂરતા વિસ્તાર સાથે પોતાની દૃષ્ટિની છાપ ઉપસાવે છે અને એ દૃષ્ટિ પાછળ રહેલી વિદ્વાનોની અનુમતિ દ્વારા તેનું સમર્થન કરે છે. પ્રસંગોપાત્ત તે કટુભાવી પણ બને છે પરંતુ તેમ કરવામાં વિવેચક તરીકેની શુદ્ધ કર્તવ્યનિષ્ઠા તેમને દોરતી હોય છે. સાહિત્યનાં સમદર્શી અને તલસ્પર્શી વિવેચનોમાં આ બેઉ ગ્રંથે પ્રથમ કટિમાં આવે તેવા છે. અવનભારતી' (કાકા કાલેલકર) માં લેખકના સાહિત્યવિષયક લેખો અને વ્યાખ્યાનોનો સંગ્રહ કરવામાં આવેલો છે. અભ્યાસ, ચિંતન અને વિશેષ તે પ્રત્યેક સાહિત્યકૃતિને જીવનદષ્ટિએ મુલવવાની તેમની વિવેચનશૈલી આમાંના પ્રત્યેક લેખની વિશિષ્ટતા છે. સાહિત્યવિવેચનાની તત્ત્વચચો અને કેટલાંક ગુજરાતી પુસ્તકનાં તેમણે લખેલાં પરિચય, પ્રસ્તાવના, સમીક્ષા વગેરે સંભાર તેમની બહુશ્રુતતા અને જીવનદર્શનને સરસ રીતે પરિચય કરાવે છે. આ લેખમાં લેખકનું પાંડિત્ય દેખાઈ આવે છે, પરંતુ પાંડિત્યને વિનિયોગ તેના સભાન દર્શન માટે નહિ, કથયિતવ્યને મૂર્ત બનાવવા માટે કરવામાં આવ્યો છે, એટલે એ લલિત પ્રાસાદિક શૈલી ગદ્યની ચારતામાં ઉમેરો કરે છે. “વિવેચના” (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી)માંનાં ગ્રંથવિવેચનો તેમ જ ગ્રંથકારોની સાહિત્યશૈલી વિશેનાં મતદર્શને વેધક દૃષ્ટિથી સ્વારસ્યને તારવીને સુઘટિત સંક્ષેપમાં રજૂ કરાયેલાં છે. તેમાં દીર્ધસૂત્રિતા નથી હોતી, વિશેષાંશે તારિવકતા હોય છે. પરિણામે તેમાં વિવેચનનાં ચિરંજીવી તો સાંપડે છે, પરન્તુ એ વિવેચનોનો સાચો પ્રસાદ પૃથક્કરણશક્તિ કે ભાવગ્રાહક શક્તિવાળો અધિકારી વાચક જ પામી શકે તેવી લેખકની શિલી છે. અખો : એક અધ્યયન' (ઉમાશંકર જોશી): સંશોધન, અધ્યયન અને વિવેચન એ ત્રણે પ્રવૃત્તિઓને સુમેળ આ ગ્રંથમાં સધાય છે. અખાના જીવન અને સાહિત્યનું મૂલ્યાંકન સંશોધકની ઝીણી અને વિવેચકની ક્રાન્ત
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy