________________
૭૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સાહિત્યનાં મર્મગામી મૂલ્યાંકન કરી આપવામાં તથા તેનું આસ્વાદન કરાવવામાં વિવેચનને મહત્ત્વના હિસ્સા હોય છે, અને જીવનને સંસ્કારી કરવાના કાર્યમાં સાહિત્યની પ્રગતિ–પરાગતિનું માપ કાઢવામાં વિવેચનજ માનદંડ બની રહે છે. આ દિષ્ટએ જોતાં નવું ગુજરાતી વિવેચન-સાહિત્ય નિરાશા ઉપજાવે તેવું નથી. ગષ્ઠ પેઢીના વિવેચકોની કોટિમાં ઊભા રહે તેવા વિવેચકો ગુજરાતને મળી રહ્યા છે, જોકે હજી તેમણે નિપાવેલા કાલ થાડે છે, ચિંતનનું ઊંડાણ આપ્યું છે, વૈવેધ્ય પૂરતું નથી, પરન્તુ નવું.વિવેચન આશાસ્પદ તા જરૂર છે.
‘મનામુકુર-ભાગ ૩, ૪’ (સ્વ. નરસિંહરાવ દિવેટિયા) : વિવેચન, રસચર્ચા, ગ્રંથસમીક્ષા અને સાહિત્યવિષયક ધૃતર લેખાના ચાર સંગ્રહગ્રંથેામાંના આ છેલ્લા એ ગ્રંથે પૂર્વેના બે ભાગે જેટલા મનનીય અને ચિંતનીય લેખાના મૂલ્યવાન ભંડાર સમા છે. તેમાંનું સાહિત્યવિવેચન પાંડિત્ય અને શાસ્ત્રીય ચોકસાઈ ઉપરાંત વેધક દૃષ્ટિ, સત્યનિષ્ઠા અને રસિકતાથી ઓતપ્રોત છે. સંગીતચર્ચા, કાવ્યચર્ચો, અલંકારચર્ચા, શબ્દચર્ચા કે ઇતર કોઇ વિષયની ચર્ચા અને મીમાંસામાં, તે પેાતાનો દૃષ્ટિને પુષ્ટ કરવાને ચર્ચાવિષયનાં બધાં પાસાં તપાસતાં પેાતાના જ્ઞાનના ભંડાર હાલવે છે, અને ત્યારે તેમની ચર્ચા બીહ»ા માટે અભ્યાસનો વિષય બની રહે છે. ગુ. વ. સેાસાયટીએ ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્રાનાના લેખોના સંગ્રહ સંપાદિત કરાવીને પ્રસિદ્ધ કરવાનું જે કાર્ય કર્યું છે તેની ઉપયુક્તતા તેમાંના લેખેનું વૈવિધ્ય અને ડેરું પાંડિત્ય બતાવી આપે છે. અત્યારના સાહિત્યવિષયક ફૂટ પ્રશ્નામાંના ઘણાખરાને માટે કાંઇ તે કાંઇ મતદર્શન કે દોરવણી આ સંગ્રહમાંથી સાંપડી રહે તેમ છે.
‘સાહિત્ય અને વિવેચન-ભાગ ૧, ૨' (સ્વ. દી. બા. કેશવલાલ ધ્રુવ): ગુ. વ. સાસાયટીના સાહિત્યવિષયક લેખ-ગુચ્છેાનાં પ્રકાશમાં આ મે ભાગ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દી. બા. દેશવલાલ ધ્રુવનાં અન્વેષા અને નવલ પ્રયોગના લાભ તેમના અનુવાદગ્રંથાને મળ્યા છે, પરન્તુ તેમના એ કાર્યાં પાછળની દૃષ્ટિ તા તેમના સાહિત્યવિષયક લેખામાંથી સાંપડે છે, પહેલા ભાગમાં તેમણે કરેલા કાવ્યાનુવાદો પ્રયેાગાના અને મુખ્યત્વે પ્રાચીન તિહાસ તથા સંસ્કૃત સાહિત્યનાં જુદાંજુદાં અંગેા સબંધી સંશેાધનાત્મક લેખા સંગ્રહેલા છે બીજા ભાગમાં ભાષાશાસ્ત્ર, ગુજરાતી ભાષા તથા સાહિત્ય, છંદઃશાસ્ત્ર તથા પ્રકીર્ણ એમ ચાર વિભાગેામાં લેખાને વર્ગીકૃત કરેલા છે. ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય' તથા ‘પદ્યરચનાના પ્રકાર' એ એ સુપ્રસિદ્ધ લેખા એમાં રહેલા છે. સ્વ. ધ્રુવની સ્પષ્ટ વિચારણા, તલસ્પર્શી અન્વેષણ અને ભાષાભક્તિનું પ્રતિબિંબ તેમાં પડે છે.