SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ગ્રંથ અને ગ્રંથકાર પુ ધ થીફ'નું કથાવસ્તુ લઈને ગુજરાતનાં પાત્રો તથા વાતાવરણને અનુકૂળ રહી લખાયેલી નવલકથા છે. સમાજના નીચલા થરનાં પાત્રોની માનવતાને તે પ્રકટ કરે છે. ધરતી” (નીરુ દેસાઈ) એ પર્લ બકની ચીનની નવલકથા ગુડ અર્થને આધારે લખાઈ છે. સૂરત જિલ્લાના દુબળા જાતિના ખેડૂતના ગરીબ સંસાર પર અને તેના માનસ ઉપર નવલકથા ઉતારી છે. ખેડૂતજીવનની કરણતાને તે સારી રીતે આલેખે છે. પશ્ચિમને સમરાંગણે (હરજીવન સામૈયા) એ “લ કવાટ ઓન ધ વેસ્ટર્ન કંટ' એ જાણીતી અંગ્રેજી નવલકથાને સરલ ભાષામાં કરવામાં આવેલ અનુવાદ છે. ગત યુપીય મહાયુદ્ધની ભીષણતા, અમલદારોની પશુતા અને સૈનિકની મુગ્ધતાનું આલેખન યુદ્ધની ઐતિહાસિક પીઠિકારૂપ બને છે અને યુદ્ધોત્તર સમસ્યાઓનો ખ્યાલ આપે છે. અબજપતિ’ (રમાકાન્ત ગૌતમ) એ બધી ઈનએવિટેબલ મિનરનું રૂપાંતર છે. નાખી દેતાં ન ખૂટે તેટલું ધન કેવા કેવા અખતરાઓ કરાવીને એક ધનપતિના હૃદયમાં માણસાઈ પ્રકટાવે છે તેનો ચિતાર એ કથા આપે છે. “માયાવી દુનિયા’ (ચંદુલાલ વ્યાસ) એ દાણચેરીના કિસ્સાને કેદ્રરથ રાખીને લખવામાં આવેલી સુવાચ્ય મનરંજક ડિટેક્ટિવ નવલકથા છે. એ જ લેખકની બીજી નવલકથા “પ્રમદાનું પતન” એ મિસિસ હેત્રી વૂડની જાણીતી નવલકથા “ઈટલીન’નું સુવાચ્ય રૂપાંતર છે. ખજાનાની શોધમાં' (મૂળશંકર મ. ભટ્ટ) એ સ્ટીવન્સનના ટ્રેઝર આઈલેન્ડીને અનુવાદ છે. પિનાકિન' (સુમનલાલ તલાટી) એ દેdયવસ્કીની જગપ્રસિદ્ધ નવલકથા “ક્રાઈમ એન્ડ પનિશમેંટનો અનુવાદ છે. ચંદ્રલોકમાં” અને “૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા' (મૂળશંકર ભટ્ટ) એ બેઉ જુલે વર્નની જાણીતી ખગોળ-ભૂગોળવિષયક વૈજ્ઞાનિક નવલકથાઓના અનુવાદ છે. “સુવર્ણ (રમણીકલાલ જ. દલાલ) એ કઈ ભાષાની કઈ નવલકથાનો અનુવાદ કે રૂપાંતર છે તે નથી સમજાતું. બાળલગ્નમાંથી જન્મેલો સ્ત્રીજીવનનો કોયડો તે રજૂ કરે છે. બંગાળનું વાતાવરણ ગુજરાતમાં ઘટાવવાને ન કરવામાં આવેલો જણાય છે. વાર્તારસ ટકી રહે છે. બંગાળઃ શરદબાબુ શરદબાબુની બંગાળી નવલકથાઓએ ગુજરાતી લેખકો તેમ જ વાચકોને
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy