SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા ૫૫ વર્તમાન રાષ્ટ્રીય પ્રશ્નોને યાગ્ય રીતે ઘટાવીને પ્રાચીન કે પુરાતન કાળની ઐતિહાસિક નવલકથાઓમાં પણ છણવામાં આવ્યા છે, તેવી જ રીતે રાષ્ટ્રજાગૃતિની અસર જેટલે અંશે લેાકજીવનને થઇ છે તેટલે અંશે તે સંસાર અને સમાજને લગતી નવલકથાઓને પણ થઇ છે. તેથી વિશિષ્ટ રીતે જુદી પડતી જે નવલકથાએ રાષ્ટ્રીય જાગૃતિને પોષે છે અને રાષ્ટ્રાય આંદોલનને પેાતામાં સારી પેઠે સમાવી લે છે, તે નવલકથાઓને જુદી ઉલ્લેખવાનું જ યેાગ્ય લાગે છે. ‘સેારઠ તારાં વહેતાં પાણી’ (ઝવેરચંદ મેધાણી) માં કાઠિયાવાડના શાય અને ખાનદાનીના અવશેષેાનું તળપદું વાતાવરણ જામે છે અને તેમાં નવીન યુગની દિર્શના અંકુર ફૂટતા દેખાડવામાં આવ્યા છે. સારઠના જીવનની એ કથા છે, પાત્રા તેજસ્વી છે, અને રાષ્ટ્રમાનસનાં તેજ ભભૂકતાં બહાર આવે છે. આખી કથામાંના જુદાજુદા પ્રસંગે વાતાવરણ જમાવવાનું જ કાર્ય કરે છૅ. તળપદાં ઉપમા-અલંકારાથી સભર એવી લેખનશૈલી અનેાખી ભાત પાડે છે અને છેવટ સુધી રસ પૂરા પાડે છે. ‘ગ્રામલક્ષ્મી’(રમણલાલ વ. દેસાઈ) નવલકથા ચેાથા ભાગમાં પૂરી થઇ છે. તેમાં ગ્રામસુધારણા, સમાજવાદી દષ્ટિ અને ગાંધીજીની વિચારસરણીનું મિશ્રણ છે. વર્તમાનયુગનાં જ પાત્રાની રાજકીય તથા સામાજિક આકાંક્ષાઓનું તે પ્રકટીકરણ કરે છે. ગ્રામેાહાર માટે ગ્રામોદ્યોગે થી માંડીને દાંપત્ય સુધીના અનેક વિષયાને આવરી લેતા અનેક પ્રસંગાને વસ્તુમાં વણી લાધેલા છે . તેથી વસ્તુ શિથિલ લાગે છે, પરન્તુ કલાવિધાન અને લેખકનાં વિચારરત્ને તેની વાચનક્ષમતાને સારી પેઠે નિભાવે છે. ‘ગ્રામદેવતા’ (મહીભાઇ પટેલ)માં ગ્રામેાદ્વાર માટે શહેરી ગામડામાં જઇને સેવા કરવા ઇચ્છતા હૈ।ય ત્યારે જૂના મતના લાકોને ૮ વિરાધ તેમને વેઠવા પડે છે તેનું દર્શન કરાવેલું છે, અને મજૂરા તથા ખેડૂતોમાં જાગૃતિ લાવવાની ગ્રામેાહાર માટે સર્વોપરી આવશ્યકતા છે એમ દર્શાવ્યું છે. ‘દિનેશ’(હિંમતલાલ ચુ. શાહ) માં ગ્રામેાહાર માટે ગ્રામસફા, કરજનિવારણું, પુસ્તકાલયપ્રવૃત્તિ, વેઠના ત્રાસનું નિવારણ, મોટર-હોટલના શહેરી ચેપથી મુક્તિ,ઇત્યાદિ પ્રશ્નાને સમાવી લેવામાં આવ્યા છે અને વસ્તુના વેગ તથા લખાવટ સારાં છે. ‘કલ્યાણયાત્રા’ (દર્શક) : દેશની સેવા માટે વિદ્યાર્થી વયથી સ્વપ્નાં સેવી રહેલા એક યુવકની દેશકલ્યાણ તથા નિજકલ્યાણ માટેની યાત્રાની આ રામાંચક તથા ભાવભરી કથા છે. યાત્રાકથાની આ પહેલી ટૂંક છે. ભાષા અને શૈલી ઠીકઠીક તેજસ્વી છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy