SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫.૯ માતા જ બને છે; કારણ કે પુરૂષને અનેક પ્રકારની કછપરંપરામાં જે છેવટ સુધી વળગી રહે તેની પાછળ સ્ત્રીને ભાતૃભાવ જ હેય-પત્નીભાવ કદાપિ ન હોય ! આ કપનાને આધારે એક વારના અપંગ પતિનો “પુત્ર જન્મ ઘટાવવામાં આવ્યો છે. આ કથાધ્વનિ વિલક્ષણ છે, પરંતુ લેખકની રજૂઆત મનોવેધક છે અને ઘટના પરંપરા છેવટ સુધી રસ જાળવી રાખે છે. ‘નિવેદિતા” નામક એમની બીજી સાંસારિક નવલકથા એક ત્યક્તા સ્ત્રીની રોમાંચક જીવનકથા રજૂ કરે છે. અનેક અથડામણે વચ્ચેથી પસાર થઈને નાયિકા આદર્શ ગૃહિણી બને છે એ મુખ્ય વાત લેખકને કહેવી છે, તે સાથે તેની જોડે સંબંધ ધરાવતાં બીજા પાત્રોની સૃષ્ટિ અને ઘટના પરંપરા કથારસની જમાવટ સરસ રીતે કરે છે. પાત્રો અને પ્રસંગોનાં આલેખન કરવાની લેખકની કુશળતા કથામાંની કેટલી અસંગતતા કે દીર્ધ ત્રિતાને ઢાંકી દે છે. “રંજન” (પ્રમોદ)માં ભણેલાં યુવક-યુવતીના વાગ્દાનનો પ્રશ્ન ગોઠવવામાં આવ્યો છે, પરંતુ તેમાં બોધપ્રધાનતા વિશેષ છે એટલે કથારસ અને પાત્રાલેખન મોળાં પડે છે. શોભના” (રમણલાલ વ. દેસાઈ) આજની કોલેજોની કેળવણી લીધેલાં યુવક-યુવતીઓના જીવનરસની પોકળતા અને કરુણતાને ખ્યાલ આપનારી નવલકથા છે. તેમાં પ્રેમનો ચતુષ્કોણ નિર્માણ કરીને લેખકે પરણેલાં યુવક-યુવતીના લગ્ન બહારના પ્રેમના તલસાટ ચિતાર આપ્યો છે, અને એને અંત જેકે અરોચક નથી આપ્યો છતાં તેમાં કરુણતા ખૂબ છવાઈ રહેલી છે. “રસવૃત્તિ તરફ દેડતું ગુજરાતનું યૌવન કેટલું નિરર્થક બની ગયું છે એ ધ્વનિ કથામાંથી ઊઠી રહે છે. એ જ લેખકની એક બીજી નવલકથા છાયાનટ'માં વર્તમાનકાળના કોલેજિયનોના અભિલાષોનું વાતાવરણ જમાવવામાં આવ્યું છે અને તેમાં ય એમની ચંચળ દોડ તથા તરંગમય મનોદશા ઉપરનો કટાક્ષાત્મક ધ્વનિ છે. પાત્રાલેખન અને કલાવિધાનમાં બીજી કરતાં પહેલી નવલકથા ચઢિયાતી છે. કોલેજિયન’ (સ્વ. ભોગીંદરાવ દિવેટિયા) એ પચીસ વર્ષ પૂર્વેના કોલેજના વિદ્યાર્થીના જીવન અને વાતાવરણને મૂર્ત કરે છે અને સુખી દાંપત્ય માટે પતિ પત્ની કેળવણીમાં પણ યોગ્ય કક્ષાનાં હોવાં જોઈએ એ ધ્વનિ ઉપજાવીને સ્ત્રીકેળવણીની આવશ્યકતા દર્શાવે છે. સ્વ. ભોગીંદરા ૧૯૧૭ માં લખતાં અધૂરી મૂકેલી આ કથાને શ્રીમતી માલવિકા દિવેટિયાએ પૂરી કરીને પ્રસિદ્ધ કરી છે એથી કથા વર્તમાન વાતાવરણથી પાછળ રહીને કાંઈ વિશિષ્ટ સિદ્ધિ કરી આપતી નથી.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy