SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ કથાઓ છે. લખાવટમાં ભાટ-ચારણની કથનશૈલીનું મિશ્રણ નાટકી શૈલીને દીર્ઘસૂત્રી સંવાદો સાથે થતું હોવાથી એકંદરે ચોટદાર સરસ જમાવટ થતી નથી, જોકે કેટલાક સરસ પ્રસંગે શોધી કાઢવામાં લેખકે સફળતા મેળવી છે. પાંખડીઓ' (ગિરીશ ભટ્ટ) સામાન્ય પ્રકારની સ્વતંત્ર અને સંયોજિત વાર્તાઓનો સંગ્રહ છે. “મધુરજની' (“મૃદુલ') જાતીય પ્રશ્નોને છેડતી વાર્તાઓને સંગ્રહ છે. આકર્ષક પ્રસંગોને મનોરંજક-વાર્તારૂપે ગૂંથી લેવામાં આવ્યા છે. સંસારદર્શન' (બાલકૃષ્ણજોષી અને રમાકાન્ત દ્વિવેદી)માં વાચકોને વિચાર કરતા બનાવે એવી ઘટનાઓ સમાજમાંથી વીણીવીણીને વાર્તા રૂપે ગૂથી છે. ‘રસમૂર્તિઓ' (રણજીત શેઠ) એ રમૂર્તિ રૂપ કલાકારોના જીવન પ્રસંગેને આલેખી બતાવતી સુવાચ્ય કથાઓ છે. કથાપ્રસંગો આકર્ષક અને ધ્યેય પવિત્ર છે, માત્ર વસ્તુવિધાન અને પાત્રાલેખન મોળાં છે. ભરતીનું ઘર' (જયચંદ્ર શેઠ)માંની વાર્તાઓ કાચીપાકી શિલીએ લખાચેલી મુખ્યત્વે ભાવનાપ્રધાન વાર્તાઓ છે જેનું મૂળ સામાજિક સામાન્ય ઘટનાઓ છે. ધની વણકર અને બીજી વાતો' (ઉછરંગરાય ઓઝા) એમાં એકંદરે પાંચ વાર્તાઓ છે. મુખ્ય વાર્તામાં ગામડાના નિર્દોષ સરલ જીવન ઉપર શહેરી જીવનની વિલાસી અને હદયહીન નાગચૂડ કેમ ભેરવાય છે તેનું ચિત્ર આપવામાં આવ્યું છે. બીજી બે વાર્તાઓમાં દેશી રાજ્યોની હીન અંત:સ્થિતિનું દર્શન કરાવનારી ઘટનાઓ છે. શિલી દીર્ઘસૂત્રતાવાળી હોઈને કથાઓ આકર્ષક બનતી નથી. અભિષેક” તથા “પ્રદક્ષિણા (વિનોદરાય ભટ્ટ)એ જીવનમાં સામાન્ય રીતે બનતા બનાવો ઊંચકી લઈને રચાયેલી વાર્તાઓના સંગ્રહ છે. વાર્તાઓનો હેતુ ઉપદેશ આપવાને અને ગમે તેવી રીતે ઘટનાઓને જવાનો હોય એવી લેખકની સમજ જણાય છે. એ જ લેખકની સાત વાર્તાઓનો સંગ્રહ મેઘધનુષ' નામનો છે, જેમાં પાંચ વાસ્તવિક જીવનની કરુણ કથાઓ, એક પ્રાણકથા અને એક વિદકથા છે. મારા મનની મોજ' (ચંદ્રકાન્ત ગૌરીશંકર ભટ્ટ) એ કેટલીક મૌલિક અને કેટલીક પરદેશી વાર્તાઓની અનુકૃતિ કરીને લખેલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. મોટા ભાગની વાતોમાં ઊર્મિલતા, મનસ્વિતા અને તરંગશીલતા જેવામાં આવે છે. “મારા મનની મેજ' એ નામ જ લેખનની વાસ્તવિકતાની મર્યાદા સૂચવનારું છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy