SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય - નવલિકા २७ પ્રકરી છે અને તેથી જ ઘેાડા વખતમાં તેમની કથાએ મેાખરે આવીને ઊભી રહેવા પામી છે. ત્રણે સંગ્રહાની મળીને ૩૧ ટૂંકી વાર્તાએ તેમણે આપી છે. ‘છાયા' અને ‘પલ્લવ’ (દુર્ગેશ શુકલ): સામાન્ય લેાકજીવન, અને વિશેષે કરીને શ્રમજીવીએથી માંડીને ભિક્ષુકા સુધીના નીચલા થરના લોકોના જીવન ઉપર લેખકની દૃષ્ટિ આ બેઉ સંગ્રહેાની કથાએમાં શ્રી વળે છે, અને જુદા જુદા માનસની પાત્રસૃષ્ટિ રજૂ કરે છે. લેખકની સહૃદયતા તરી આવે છે. કથાની કલામાં જોઇતી ચેટ નથી આવતી કારણ કે પ્રસંગચિત્રાના અને પાત્રાના આલેખનમાં જે સબળતા અને સંક્ષેપ જોઇએ તે લેખકને સિદ્દ થયાં નથી. લેખકના લાકવનને પરિચય પાત્રાની ખેાલીની રજૂઆત દ્વારા પ્રકટ થઈ રહે છે. ‘પીપળનાં પાન’ અને ‘ફૂલપાંદડી’ (નાગરદાસ અ. પંડયા) એ બેઉ વાર્તાસંગ્રહેામાં સુવાચ્ય, પ્રેરક અને ખેાધક ધ્વનિયુક્ત વાર્તાઓ આપવામાં આવી છે. લેખકની દૃષ્ટિ પવિત્ર જીવનને અભિમુખ રહે છે. વાતાવરણની જમાવટની અને પાત્રાલેખનની કલામાં જે દીર્ધસૂત્રિતા છે તે કથાએને રસનાં બિંદુરૂપ બનતી અટકાવે છે. બેઉ સંગ્રહેામાંની મેટા ભાગની કથા મૌલિક છે, જીવનમાં જોયેલી-અનુભવેલી ધટનાએ હાય એમ પણ જણાઇ. આવે છે. ‘શૌર્યનાં તેજ' (મનુભાઇ જોધાણી)ઃ ‘સૌરાષ્ટ્રની રસધાર'ની ચેટદાર શૈલીએ લખાયેલી વીર જીવનની, અદ્ભુત પ્રતિજ્ઞાઓની અને વિરલ સ્વાર્પણની કથાઓના આ સંગ્રહ છે. એ જ લેખકના ‘જનપદ’ના ત્રણ ભાગોમાં ગામડાંનાં વસવાયાં, વેરાગીઓ, ધંધાદારીએ અને ઇતર તળપદાં પાત્રાનાં રેખાચિત્રા સરળ વાણીમાં આલેખ્યાં છે અને તે સરસ ઊઘડવાં છે. ‘ચા-ધર : ભાગ ૧, ૨ (મેધાણી, ‘ધૂમકેતુ”, ગુણવંતરાય આચાર્ય, મનુભાઇ જોધાણી, અનંતરાય રાવળ, મધુસૂદન મેાદી અને ધીરજલાલ ધ. શાહ)ઃ ચાહ પીવા સાથે મળનારા સાત લેખક મિત્રા એકએક નવલિકા લખે અને એવાં નવલિકાસસકો વખતેવખત બહાર પડે એવી ચેાજના આ મેઉ ભાગેામાં દેખાઈ રહી છે. પ્રથમ ભાગ મુખ્યત્વે સંસાર–સમાજને સ્પર્શતી નવલિકાઆના છે, બીજો વિભાગ ઐતિહાસિક નવલિકાઓના છે. પ્રત્યેક લેખકે પેાતપેાતાને ફાવે તેવાં જ વસ્તુઓ તથા ઐતિહાસિક નવલિકાઓ માટેના પ્રસંગેા પસંદ કર્યાં છે. સઘળી કથાએ ગુણદૃષ્ટિએ તથા કલાદષ્ટિએ સમાન કાટિની નથી, છતાં બેઉ સંગ્રહા મૌલિક નવલિકાઓના છે અને ખાસ કરીને ખીજો ભાગ ઐતિહાસિક નવલિકાઓની ઊણપને કારણે આદરણીય અને છે. ‘શ્રાવણી મેળા' (ઉમાશંકર જોષી) માંની નવલિકાઓ માટે ભાગે વાસ્તવદર્શી છે અને વર્તમાન સંસાર તથા સમાજને સ્પર્શે છે. શહેર અને ગામ
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy