SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. (૧) કમનસીખ લીલા-ભાગ છે. (૨) કલંકિત કાઉન્ટસ. (૩) સૌંદર્ય વિજય–પાંચ ભાગ. (૪) મધુર મિલન. (૫) આનંદ ઝરણાં (૬) ખુલપ્રુલ, (૭) પ્રેમ-સમાધિ. (૮) ગારા–મે ભાગ. (૯) લંડન રાજ્યરહસ્ય-૧૨ ભાગ. (૧૦) જીંદગી જીતવાની જડીબુટ્ટી ( How to win friends and influence people ). (૧૧) સ્વરાજ્યને પંથે. (૧૨) àાહીના વેપાર. (૧૩) ધીખતા જ્વાળામુખી. (૧૪) અંધકાર પર પ્રકાશ. (૧૫) રાતની રાણી. (૧૬) બેગમ કે ખલા ? (૧૭) રસમંદિર. (૧૮) કુસુમકુમારી. (૧૯) પેલે પાર (નાટક). (૨૦) ગુન્હેગાર (નાટક). (૨૧) આ તારા બાપના દેશ. ૧૪૦ સારાભાઈ મણિલાલ નવાખ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલા તથા સ્થાપત્યેાના ખાસ અભ્યાસી અને તે વિષયનાં બહુમૂલ્ય પુસ્તકાના આ તરુણુ સંપાદકના જન્મ અમદાવાદ પાસેના ગેાધાવી ગામમાં તેમના મેસાળમાં સં. ૧૯૬૩ના આષાઢ વદી ૫તા. ૨૯ મી જુલાઈ ૧૯૦૭ ના રાજ થયા હતા. તેએ અમદાવાદના વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વણિક છે, પિતા મણિલાલ ચુનીલાલ નવાબ અમદાવાદમાં વેપાર કરતા. માતા સમરથમેન તેમને ચાર વર્ષની બાળવયના મૂકીને ગુજરી ગયાં, છતાં તે માને છે કે ચિત્રકળાના પ્રેમના સંસ્કાર એમનામાં માતા તરફના છે. અમદાવાદમાં જ શેઠ બી. પી. જૈન ડી. વી. સ્કૂલમાં પ્રાથમિક તથા સામાન્ય માધ્યમિક કેળવણી લઇ તે વેપારમાં જોડાયા, પણ સાંસ્કારિક વલણ જુદું–જૈનાના ધાર્મિક તેમજ ઐતિહાસિક સાહિત્યના વાચનનું અને તેની પુરાતન હસ્તપ્રતમાંની કલા પ્રત્યેનું હતું, એવામાં ઇ. સ. ૧૯૩૧માં અમદાવાદમાં દેશિવરિત ધર્મારાધક સમાજ તરફથી જૈન હસ્તપ્રતાનું એક મેટું પ્રદર્શન યાજવામાં આવ્યું તેના મુખ્ય કાર્યકર્તાઓમાંના એક તરીકે તે કલાકાર શ્રી. રવિશંકર રાવળના સમાગમમાં આવ્યા. શ્રી. રાવળે તેમની કલાદષ્ટિ અને એ વિષયની દાઝ પરખી અને સારાભાઈ ને એમનામાં પ્રેરણાસ્થાન સાંપડયું. તરત જ એમનું બધું ધકધ્યાન વેપારમાંથી ગુજરાતની કલાના અભ્યાસ અને સંપાદન પાછળ વળ્યું અને નિશ્ચયાત્મક ખંત તથા અખૂટ ધીરજથી મથીને તેમણે ઇ. સ. ૧૯૭૬માં “ જૈન ચિત્રકલ્પદ્રુમ નામનું પેાતાનું પ્રથમ પુસ્તક રૂ. દસ હજારનેા ગંજાવર ખર્ચ ( જે એમણે એક પણ પાઈની મૂડી વિના માત્ર વ્યાપારી કુનેહ અને ત્રેવડ કરીને '
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy