SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-ચરિતાવલિ-વિવમાન ગ્રંથકારે ઈન્સ્ટીટ્યુટમાં લેકચરર છે, અને નાના પુત્ર મણિલાલ પણ વિજ્ઞાન લઈને એમ. એસસી. થએલા છે. | ગુજરાતી રંગભૂમિનું સક્રિય ઉત્થાન લાવવામાં એમના જેટલો હિસ્સો હજુસુધી ભાગ્યે જ કોઈએ આપ્યો છે. ગુર્જર રંગભૂમિ પર કવિ મૂળશંકરને ઉદય થયો ત્યારે ગુજરાતી નાટકની સ્થિતિ વિચિત્ર હતી. ગુજરાતી ભાષણ, હિંદી ગાયને અને દક્ષિણ પહેરવેશવાળાં સ્ત્રી પાત્રોથી નાટક ભજવાતાં. ગુજરાતી નાટકોમાં શુદ્ધ ગુજરાતી ભાષા, આચારવિચાર બધું ગુજરાતી જીવનમાંથી ઉતારવા પ્રયત્ન કરી નાટયસાહિત્યની પ્રથમ દિશા બતાવવાનું કામ કવિ મૂળશંકરે કર્યું. એમની પ્રતિભાવાન કલમે લખાએલાં નાટકે, ઉર્દૂના પ્રખ્યાત લેખક મુન્શી આત્રા હત્ર અને મરાઠી નાટકકાર ખાડિલકર અનેક વાર જતા અને તેનું મનન વિવેચન કરતા. વાઘજી આશારામ અને ડાહ્યાભાઈ ધોળશા એમના સમકાલિને. એમનું પ્રથમ નાટક “રાજબીજ' ઈ.સ. ૧૮૮૮–૯૦ની લગભગ લખાયું. ત્યારપછી “કુંદબાળા”, “મૂળરાજ', “જયરાજ' વગેરે આવ્યાં. ગુજરાતના લોકસમાજને ઘેલો કરનાર સૌભાગ્યસુંદરી' નાટકના અને તેમાં જાણીતા પાત્ર જયશંકર “સુંદરી'ના સર્જક પણ એ જ. એ “સૌભાગ્યસુંદરી” સાથેનાં અજબ કુમારી', “વીરમંડળ” “વિક્રમચરિત્ર', “જુગલ જુગારી”, “કામલત', * નંદબત્રીસી', અને “કણચરિત્ર' એ એમનાં મધ્યકાળનાં નાટકે. લોકચિને સાથે રાખવાના પ્રયત્નમાં એમાં માત્ર એમણે સરળ અને આકર્ષક વસ્તુજના એ બે જ તને સંભાળેલાં છે; જ્યારે સાહિત્યગુણેની દષ્ટિએ જોતાં વસ્તુવિકાસ, પાત્રવિધ્ય, સ્વભાવવિકાસ, આદિ કલાની જના સાથે ઉચ્ચ આદર્શો અને વિચારે, રસિક તર્કવાદ, શુદ્ધ અને બળવાળી ભાષા તેમજ કાવ્યમય સાહિત્યને ઉપયોગ એમાં ઉત્તરોત્તર ચડતો દેખાતો આવે છે. “કૃષ્ણચરિત્ર' નાટક સુધીમાં એમને મધ્યકાળ પસાર થઈ એમની કલા પૂર્ણ વિકાસ પામે છે. એ દરમ્યાન એમનું જીવન પણુ ક્રમશઃ ગાભ્યાસ અને તત્ત્વચિંતન તરફ વળતું જતું હોવાથી એમનાં પકવકાળનાં નાટકે હદયભાવનાનાં ચિત્રો કરતાં વિચારસમૃદ્ધિથી વિશેષ ભરેલાં દેખાય છે. તેમાં દેવકન્યા’, ચૈતન્યકુમાર’, ‘વસંતપ્રભા', પ્રતાપ લક્ષ્મી”, “સંગતનાં ફળ”, “ઊર્વશી’, ‘ભાગ્યોદય’, “એક જ ભૂલી, પરસ-સિકંદર, બકિલા', “ધર્મવીર, કલ્યાણરાય”, “રત્નાવલિ અને વિક્રમ અને શનિ (૧૯૨૫) ગણાવી શકાય. આ બધાં નાટકે ઉપરાંત અનેક નાટકમાં થોડા ઘણા પ્રવેશ ને ગાયને એમણે લખી આપ્યાં છે
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy