SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકા-ચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારે ૧૧૯ પરંતુ મેટ્રિકની પરીક્ષા આપ્યા પહેલાં અસહકારની ચળવળમાં અભ્યાસ છોડી દીધો અને ૧૯૨૧ ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠની “વિનીત'ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ૧૯૨૧-૨૨ માં મુંબઈની નેશનલ કોલેજમાં અભ્યાસ કરીને પ્રથમ પરીક્ષા પહેલા વર્ગમાં પહેલા નંબરે પાસ કરી. ૧૯૨૨ થી ૧૯૨૬ સુધી અમદાવાદમાં ગુજરાત મહાવદ્યાલયમાં અભ્યાસ કરી સમાજવિદ્યા વિષય સાથે ૧૯૨૬ માં તે સ્નાતક થયા. આ બધે વિદ્યાર્થીજીવનને સમય તેમણે સ્વાશ્રયપૂર્વક સફળતાથી પસાર કર્યો હતો. સ્નાતકની પરીક્ષામાં અમદાવાદમાં તે પહેલા આવેલા તેથી અખિલ ભારતવર્ષીય વિદ્યાર્થી પરિષદનું ઈનામ તેમને મળ્યું હતું. આ તેજસ્વી વિદ્યાર્થીને સ્નાતક થતાંની સાથે જ ગુજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ અને રાજકારણના અધ્યાપક તરીકેની નીમણુક મળી. ત્યારપછી યુવક પ્રવૃત્તિ તેમણે હાથમાં લીધી. ૧૯૨૯માં “નૂતન ગુજરાત' પત્રના તંત્રી તરીકે અને ૧૯૩૦માં સુરતની સત્યાગ્રહ પત્રિકાના તંત્રી તરીકે તેમણે કામ કર્યું. સુરતના વિદ્યાર્થી સંઘના તે પ્રમુખ હતા. ૧૯૭૦ માં રાષ્ટ્રીય ચળવળને અંગે તેમને નવ માસની કેદની અને દંડની સજા થઈ હતી. ૧૯૩૧માં તે સુરત શહેરસમિતિના પ્રમુખપદે અને ગુજરાત યુવકસંઘના ઉપપ્રમુખપદે સ્થપાયા હતા. ૧૯૩૨માં બે માસ સુધી તેમને સરકારે અટકાયતમાં રાખેલા, ત્યારબાદ બે વર્ષની સખ્ત કેદની સજા થએલી તથા રૂ. ૨૦૦ દંડ થએલો તે સરકારે તેમની ચોપડીઓ વગેરે હરરાજ કરીને વસૂલ કર્યો. સજા પૂરી થયા બાદ ૧૯૩૪માં તે વિલે પાર્લેની ગોકળીબાઈ હાઇસ્કૂલમાં આચાર્યપદે નિયુક્ત થયા હતા. ૧૯૩૮ના એપ્રીલથી તે અમદાવાદના શેઠ ચી. ન. વિદ્યાવિહારના આચાર્યપદે કામ કરી રહ્યા છે. બોર્ડ એક સેકંડરી એજ્યુકેશનના તે સભ્ય છે. ૧૯૪૨માં તેમને પુનઃ સરકારી અટકમાં દસેક માસ માટે રહેવું પડયું હતું. ક્રિકેટના અને તરવાના તે શોખીન છે. નાસીક જેલમાં તે અટકાયતી કેદી હતા તે દરમિયાન તેમણે ટેનીસ રમતાં પણ શીખી લીધું હતું અને જેલમાં થએલી ટુર્નામેંટમાં યુનિયર ગ્રુપની ચેમ્પીઅનશીપ મેળવી હતી. આ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવાના સમય દરમિયાન તેમણે કવિતા લખવાની શરુઆત કરેલી. તેમનું પહેલું પુસ્તક “તૂટેલા તાર” ૧૯૩૪ માં બહાર પડયું હતું. તેમનાં બીજો પુસ્તકે: “ગાતા આસોપાલવ', “સ્વર્ગ અને પૃથ્વી', અર્થ', અને ગુજરાતના ઇતિહાસની કથાઓ.” તે ઉપરાંત શ્રી. ઉમાશંકર જોષી જેડે ગાંધી કાવ્યસંગ્રહ” અને “સાહિત્યપલ્લવ ભાગ ૧-૨-૩'; તથા શ્રી. છગનલાલ બક્ષી જોડે “સાહિત્ય પાઠાવલિ ભાગ ૧-૨-૩.'
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy