SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. ગ્રંથકાર-ચરિતાવલિ. વિદ્યમાન ગ્રંથકારે ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર મૂળ પોરબંદરના વતની પણ બે પેઢીથી મુંબઈમાં શેરદલાલી કરતા દશા શ્રીમાળી જૈન વણિક કામના ગર્ભશ્રીમંત કુટુંબમાં ઈ. સ. ૧૯૦૯ ના સપ્ટેમ્બરની ૨૦ મી તારીખે પોરબંદરમાં એમને જન્મ થયો. એમના પિતાનું નામ હરજીવનદાસ નેમીદાસ અને માતાનું નામ વ્રજકુંવરબાઈ પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં લઈ મુંબઈની ભરડા ન્યૂ હાઈસ્કૂલમાંથી તે મેટ્રિક અને એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ૧૯૩૦ માં બી. એ. થયા. બાળપણથી જ તે અભ્યાસમાં આગળ પડતા હતા અને અંગ્રેજી ત્રીજા ધોરણથી હમેશાં પ્રથમ રહી ભરડા હાઈસ્કૂલમાં પ્રિલિમિનરીની સ્કોલરશિપ પણ જીતેલી. ઇ. સ. ૧૯૨૭માં સૌ. સુમનબહેન સાથે એમનું લગ્ન થયું, અને એક પુત્ર તથા બે પુત્રી એમ ત્રણ સંતાને એમને હાલ છે. અભ્યાસના પ્રિયવિષયમાં સાહિત્ય ઉપરાંત રાજકારણ પણ હેવાથી તે અભ્યાસકાળથી જ તેમાં સક્રિય રસ લેતા, અને ૧૯૩૦ માં બી. એ. થયા પહેલાં જ ૧૯૨૯માં મુંબઈ પ્રાંતિક સમિતિની કારોબારી સમિતિમાં સભ્ય તરીકે ચુંટાયા હતા, જ્યાં ૧૯૩૪ સુધી તેમણે ઉત્સાહભર્યો કાયૅભાગ નોંધાવ્યો. ૧૯૩૦-૩૧ માં સમિતિની બેયકોટ કમિટીમાં મંત્રી તરીકે કામગીરી કરી અને ૧૯૩૨-૩૩ ની સત્યાગ્રહની લડતમાં ૧ વર્ષ ને ૪ ભાસ જેલવાસ ભળે. અહીં જ તેમની લેખનપ્રવૃત્તિની શરૂઆત થઈ. વાચનને ખૂબ શેખ ધરાવનાર પિતા તે જોકે એમને ૧૦ વર્ષના મૂકીને ગુજરી ગએલા, પણ એમનાં એકઠાં કરેલાં પુસ્તકોના વાચને એમનામાં સાહિત્યને રસ જગાડવો ને પિષ્યો હતો. જેલનિવાસ દરમ્યાન એ લેખનમાં પરિણમ્યો અને જૂના સંસ્કાર” નામની પહેલી વાર્તા એમણે ત્યાં લખી. “પ્રસ્થાન'માં પ્રકટ થએલી લતા' (અને તેને અનુસંધાને લખાએલી “લતા શું બોલે ?' વગેરે) વાર્તાઓ એમને પ્રસિદ્ધિ અપાવી અને ઇ. સ. ૧૯૩૮માં એમને પહેલે સંગ્રહ “લતા અને બીજી વાતો' બહાર પડ્યો. ૧૯૪૧ માં બીજો સંગ્રહ “વસુંધરા અને બીજી વાત બહાર પડવો. વાર્તાઓ ઉપરાંત કાવ્ય, નિબંધ વગેરે ક્ષેત્રમાં પણ એમણે કલમ ચલાવી છે, પણ બાહ્યાડંબર વિના મને વ્યાપારનું સુધીર ને સ્વસ્થ પૃથક્કરણ કરતી તથા ઝીણવટભરી શુદ્ધ શબ્દપસંદગીવાળી એમની સચોટ નવલિકાઓએ જ એમને વધુ સફળતા અપાવી છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy