SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ગ્રંથકાર-ચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારે કુંવરજી આણંદજી શાહ શ્રી. કુંવરજી આણંદજી શાહને જન્મ ઘેઘા (કાઠિયાવાડ) માં વિક્રમ સંવત ૧૯૨૦ ના ફાગણ સુદ ૮ ને રોજ થયો હતો. તેમના પિતાનું નામ આણંદજી પુરુષોત્તમ શાહ અને માતાનું નામ કશળી બહેન. તે ન્યાત વિશાશ્રીમાળી જૈન છે અને ભાવનગરના વતની છે. તેમણે પ્રાથમિક કેળવણું ગુજરાતી સાત ધોરણ સુધી અને માધ્યમિક કેળવણું અંગ્રેજી ત્રણ ધોરણ સુધી લીધેલી. તેમને પ્રથમને વ્યવસાય કાપડના વેપારનો હતો, પણ ત્યારપછીથી અદ્યાપિપર્યત જૈન જાહેર સંસ્થાઓનું સંચાલન ઈત્યાદિ ધાર્મિક વ્યવસાયને તેમણે અપનાવ્યો છે. ભાવનગરની જૂનામાં જૂની લેખાતી જૈન સંસ્થા જૈનધર્મપ્રસારક સભા તથા ભાવનગરની પાંજરાપોળ એ બે મુખ્ય સંસ્થાઓ તે ચલાવે છે. એક વખત જુદી જુદી ૩૭ સંસ્થાઓના તે સેક્રેટરી હતા, પરંતુ વય વધતાં તેમણે એક પછી એક કાર્ય છોડી દીધાં છે. અત્યારે તો તે શ્રી જૈનધર્મપ્રસારક સભાના પ્રાણસ્વરૂપ છે. આ સભા તેમણે પોતાની સત્તર વર્ષની વયે સ્થાપેલી. વીસ વર્ષની વયે પહોંચતાં તેમણે “જૈન ધર્મપ્રકાશ” નામનું માસિક પત્ર પ્રસિદ્ધ કરવાનું શરુ કરેલું, જે આજે ૧૮ વર્ષથી નિયમિત ચાલુ છે. ઉક્ત સભાના નામથી અત્યારસુધીમાં જૈન આગમ, ગ્રંથ, પ્રકરણે, નાનાં ટ્રેકટ વગેરે લગભગ સાડાત્રણસો નાનાં-મોટાં પુસ્તકો તેમણે પ્રકાશિત કર્યો છે. સં. ૧૯૪૦ થી શરુ થએલી તેમની એ પ્રકાશનપ્રવૃત્તિ અદ્યાવધિ ચાલુ જ છે. તેમના અભ્યાસના મુખ્ય વિષયે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન, જેન પ્રકરણ ગ્રંથનું પરિશીલન અને જૈન ધર્મના ચારે અનુગ છે. તેમના જીવન ઉપર વૃદ્ધિચક્રજી મહારાજ તથા જૈન આગમની મુખ્ય અસર છે. શ્રી. કુંવરજીભાઈનાં પત્નીનું નામ રૂપાળીબાઈ. સંવત ૧૯૪૨ માં ભાવનગરમાં તેમનું લગ્ન થએલું. શ્રી. કુંવરજીભાઈને મોટા પુત્ર શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીયા એક ઉદાત્ત દૃષ્ટિના જૈન ગ્રેજ્યુએટ છે. તે મુંબઈના જૈન યુવક સંઘના પ્રમુખ છે, જૈન યુવકપરિષદના પ્રમુખ છે અને સમાજોપયોગી સંસ્થાઓના અગ્રગણ્ય કાર્યકર છે. “પ્રબુદ્ધ જૈન” પત્ર તેમના સંચાલન હેઠળ પ્રસિદ્ધ થાય છે. શ્રી. કુંવરજીભાઈના બીજા પુત્ર શ્રી. નગીનદાસ કાપડીયા ભાવનગરના નિરંજન ટુડીઓના માલીક છે. •
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy