SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું આ પુસ્તકામાંથી તેમને જે દ્રવ્ય પ્રાપ્ત થયું હતું તેનેા તેમણે પેાતાના મૃત્યુ પૂર્વે જ સદુપયેાગ કરી જાણ્યા હતા. પ્રેમધર્મ મણિકાન્ત ક્રી પુસ્તકાલય’ એ નામે તેમણે મકાન સાથેનું એક સારું પુસ્તકાલય પેાતાના વતન હળધરવાસની પ્રજાને ભેટ કર્યું હતું. એ ઉપરાંત પ્રેમમ અંગ્રેજી શાળા, પ્રેમધમ ગૌશાળા, પ્રેમધર્મ કુમાર આશ્રમ વગેરે સંસ્થાએ તેમણે સ્થાપી હતી. પેાતાનાં પુસ્તકાની આવકમાંથી તે આ સંસ્થાઓનું પાષણ કરતા. આશરે વીસેક હજાર રૂપિયા તેમણે પોતાનાં પુસ્તકાની આવકમાંથી પેાતાના વતનને જુદી જુદી સંસ્થાએ દ્વારા દાનમાં આપ્યા હતા. સત્યેન્દ્રરાવ ભીમરાવ દીવેટિયા એમના જન્મ અમદાવાદમાં, વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં સરદાર રા. ખ. ભેાળાનાથ સારાભાઈના પુત્ર ભીમરાવને ત્યાં ઈ. સ. ૧૮૭૫માં –સં. ૧૯૩૧ની ચૈત્રી પૂર્ણિમાએ થયા હતા. એમનાં માતાનું નામ ચતુરલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા વડે।દરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ વડેાદરા કાલેજ તથા ગુજરાત કાલેજમાં અભ્યાસ કરી તે ગ્રેજ્યુએટ થયા હતા. ગુજરાત કાલેજમાં તે દક્ષિણા ફેક્ષા હતા. એમનું પ્રથમ લગ્ન સુરતમાં ઈ. સ. ૧૮૯૫માં સૌ. મનુબહેન સાથે થએલું અને ખીજાં ઇ. સ. ૧૯૦૭માં શ્રી. અનસૂયા બહેન સાથે સુરતમાં થએલું. સ્વ. મનુબહેનનાં સંતાનમાં એક ગત પુત્રી તથા એક પુત્ર શ્રીનિવાસ. ગં. સ્વ. અનસૂયાનાં સંતાનામાં બે પુત્રી યશેાધરા અને પ્રતિભા, તથા એક પુત્ર પૂના એન્જીનીઅરિંગ કાલેજમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ આવી હાલ મુંબઈમાં એન્જીનીઅર છે. ગ્રેજ્યુએટ થયા બાદ તે શરુઆતમાં બ્રિટિશ સરકારની અને પાછળથી વડેાદરા રાજ્યની નાકરીમાં હતા, જ્યાં તે નાયબ સુબાની પદવી સુધી પહેાંચેલા. એમનું અવસાન પણ એ રાજ્યની નાકરીમાં, મહેસાણામાં સ. ૧૯૮૧ના ફાલ્ગુન વદી ૧, તા. ૨૩મી માર્ચ ૧૯૨૫ના રાજ થએલું. એમની સાહિત્યપ્રવૃત્તિ બહુ શાન્ત હતી. એમના પિતા સ્વ. ભીમરાવનાં ત્રણ વિખ્યાત પુસ્તăા પૃથ્વીરાજ રાસા' (કાવ્ય), ‘ દેવળદેવી ' (નાટક) તથા ‘ કુસુમાંજલિ' (કાવ્યસંગ્રહ)નું સંપાદન એમણે જ કરેલું. એ ઉપરાંત એમણે પાતે નીચેના ગ્રંથા લખ્યા છેઃ “ઊર્મિમાળા,” સરાવરની સુંદરી ' ( લેડી ઑફ ધ લેઇક ), “ આત્મસંયમનું રાજ્ય. " 39
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy