SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ સુરતની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં, ઈ. સ. ૧૮૮૩ ના જૂનની ૩ જી તારીખે માંડવી (કચ્છ) મુકામે થયેા હતા. એમનાં માતાનું નામ નંદગૌરી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડેદરા તેમજ સુરત બંને સ્થળે લીધા બાદ ઉચ્ચ શિક્ષણ તેમણે મુંબઈમાં અને ત્યારપછી કૅમ્બ્રિજમાં તથા લંડનમાં લીધું. એમનું સમગ્ર વિદ્યાર્થીજીવન ઉજ્વલ હતું. યુનિવર્સિટીનાં પરિણામેામાં તેમનું નામ હંમેશાં મેાખરે રહેતું, અને જેમ્સ ટેલર પ્રાઈઝ, નારાયણ વાસુદેવ પ્રાઈઝ, ધીરજલાલ મથુરાદાસ Šાલરશિપ, એલિસ Ăાલરશિપ, અને કૅઝ્ડન ક્લબ મેડલ આદિ ઈનામા, શિષ્યવૃત્તિ ને ચન્દ્રક તેમણે મેળવ્યાં હતાં. ખી. એ. ની પરીક્ષામાં પહેલા વર્ગમાં આવી તેઓ આઈ. સી. એસ. થવા ઈંગ્લેંડ ગયા અને ત્યાંની પહેલી જ હરીફાઇમાં ઉત્તીણૅ થયા. ગુજરાતી હિન્દુઓમાં તેઓ સૌથી પહેલા સિવિલિયન હતા. ઈ. સ. ૧૯૦૬ માં વિલાયતથી આવ્યા કે તરત સંયુક્ત પ્રાંતા (યુ. પી.) માં અલાહાબાદમાં તેમની નિમણુક થઈ અને એ સિવિલ સર્વિસમાં ઉત્તરાત્તર ઉત્કર્ષ સાધી તેએ અલાહાબાદ,લખનૌ, કાશી વગેરે મેાટાં સ્થળાના કમિશનરના પદે પહેાંચેલા. સૌથી પહેલા હિંદી ડિરેક્ટર આક્ ઈન્ડસ્ટ્રીઝ પણ તે જ થએલા. વચ્ચે કાશ્મીરમાં ૧૯૩૨ થી ૩૫ સુધી મહેસુલી પ્રધાન તરીકે અને ૧૯૩૭–૩૮ માં એક વર્ષ બિકાનેરના મુખ્ય પ્રધાન તરીકે કામગીરી બજાવી તેઓ યુ. પી. માં ખેાર્ડ ઑફ રેવન્યુના સિનિયર મેમ્બર થયા હતા. સરકારી નકર છતાં જ્વલંત રાષ્ટ્રપ્રેમને લીધે તેઓએ કોંગ્રેસ સરકારના અમલ દરમ્યાન તે વખતના પ્રધાનમંડળની ખૂબ પ્રીતિ અને વિશ્વાસ સંપાદન કરેલાં. એમનું લગ્ન શ્રી. કરાવતી મહેતા સાથે ઈ. સ. ૧૯૦૭ માં સુરતમાં થએલું. એમને એક પુત્ર-કુમારિલ મહેતા બૅરિસ્ટર-એટ-લે। અને ચાર પુત્રીએ સૌ. પૂર્ણિમાં, સૌ. પ્રેમલતા, સૌ. નન્દિની અને સૌ, અમરગંગા છે. વિદ્વાન પિતાના પુત્ર હાવાથી જન્મથી જ સંસ્કારપ્રચૂર વાતાવરણમાં તે ઊછરેલા અને સાહિત્યરસ ગળથૂથીમાં જ પીધેલ્લે સંસ્કૃત સાહિત્યના તેએ સારા અભ્યાસી હતા, અને ઉર્દૂ પણ તેઓ બહુ જ સરસ ખેાલી-લખી જાણતા. જર્મન ભાષા અને સાહિત્ય ઉપર પણ તેમને ખૂબ ભાવ હતો. કાશી ખાજીએ તે તેમની એક પંડિત તરીકે જ ખ્યાતિ હતી. એ ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ગ્રામસુધાર અને સહાયકારી લેણદેણુ જેવા એમના રાજકીય કર્તવ્યક્ષેત્રના વિષયેામાં પણ એમના ઊંડા અભ્યાસ હતા. પેાતાના પ્રવૃત્તિમય જીવનને લીધે ગુજરાતી સાહિત્યને તે બહુ આપી શક્યા નહિ,
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy