SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિતાવલિ-વિદેહ પંથકારે હરરામ, શ્રી. ચંદ્રકાન્ત, શ્રી. સૂર્યકાન્ત અને શ્રી. ધીમંતરામ એ બધા ગ્રેજ્યુએટ છે અને જુદે જુદે સ્થળે ધંધે નોકરી કરે છે. મૃત્યુ સમયે સંચિત પુત્ર-પૌત્રાદિને ચાળીસેક માણસોને પરિવાર મૂકી ગયા હતા. તેમણે વર્તમાનપત્રોમાં જુદા જુદા વિષયો પર અનેક લેખો લખેલા પરંતુ તેને કેાઈ સંગ્રહ બહાર પડ્યો નથી. તેમનાં લખેલાં મુખ્ય પુસ્તકોની યાદી નીચે મુજબ છેઃ રાણકદેવી–રાખેંગાર નાટક (૧૮૮૪), મહોબત વિરહ, કલાપીના સંવાદો (સંપાદન), કાશ્મીરનો પ્રવાસ (સંપાદન), કલાપીનું સાક્ષરજીવન (૧૯૧૦), સંગીત લીલાવતી નાટક, ઉદય પ્રકાશ નાટક, સંચિતનાં કાવ્યો. આ ઉપરાંત તેમના લખેલા કેટલાક સંવાદે અપ્રસિદ્ધ છે. વલીમોહમ્મદ મેમીન સ્વ. વલીમહમ્મદ મેમનને જન્મ ઈ. સ. ૧૮૮૨માં અમદાવાદમાં થયો હતે. તેમના પિતાનું નામ છગનભાઈ. તે શિયા ઈસ્નાઅશરી પંથી, મેમના કામના હતા. તેમણે અમદાવાદમાં પ્રાથમિક તથા માધ્યમિક કેળવણી લઈને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો. તે ઉપરાંત ફારસી, અરબી અને ઉર્દૂને અભ્યાસ પણ તેમણે સારી પેઠે કર્યો હતો. ઈ. સ. ૧૯૦૨ માં તેમણે “સિરાજ” નામનું દૈનિક પત્ર શરુ કર્યું હતું. તે બંધ થતાં “રાહે નજાત” માસિકમાં તે જોડાયા હતા. ૧૯૦૪માં “અલ હિલાલ” નામનું ગુજરાતી માસિક પત્ર શરુ કર્યું હતું. ૧૯૦૫ માં માંગરોળનાં સાહેબઝાદીના શિક્ષક તરીકે અને ૧૯૧૧ માં માણાવદરના ખાનશ્રી ફતેહદીનખાનના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે તે જોડાયા હતા. તે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દૂમાં પણ સારું લખી શકતા. લખનૌના 'શિયા આલિમોએ એમના ધાર્મિક લેખો બદલ “મુઈને ઇસ્લામ” નો ખિતાબ આપ્યો હતો. સને ૧૯૪૧ ના જુલાઈ માસમાં માણાવદરમાં તેમનું અવસાન થયું હતું. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. એક પુત્ર એલ. એલ. બી. હાઈ અમદાવાદમાં વકીલાત કરે છે. - તેમનાં લખેલાં પુસ્તકોની નામાવલિઃ (૧) હ. મુહમ્મદ સા. નું જીવન- * ચરિત્ર, (૨) મીસ્કીટનું ઈસ્લામ, (૩) અરમાનુસા ભાગ ૧-૨, (૪) વિશ્વધર્મ ઈસ્લામ, (૫) જાગતે નવાબ, (૬) અલ ઈસ્લામ, (૭) સોમનાથની મૂર્તિ, (૮) ઈસ્લામને અર્થ, (૯) હદીસેહલીલાં (અંગ્રેજી), (૧૦) સફરનામા (ઉ), (૧૧) તાલીમે મગરખીને મિટ્ટી ખરાબ કર દી.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy