SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર–ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારી Ge ઉદયશંકર જીવણુલાલ એઝા અને માતુશ્રીનું નામ ગિરિજામા હતું. તે ગોંડળના વતની વડનગરા નાગર હતા. તેમના પિતા દરખરી પેાલીસ ખાતામાં નાકર હતા, તે નાકરી જુવાનીમાં જ છેડીને સાધુ–સંન્યાસીઓના સંગમાં તીર્થસ્થળામાં તે ક્રૂરતા હતા, અને ગૃહસ્થધર્મમાંથી નિવૃત્ત થતાં કુટુંબનિર્વાહની જવાબદારી રૂપશંકરભાઈ ઉપર પંદર વર્ષની નાની વયમાં જ પડી હતી. તેમણે અંગ્રેજી ચાર ધેારણુ સુધી જ અભ્યાસ કર્યાં હતા, પરંતુ પાછળથી તેમણે અંગ્રેજી અભ્યાસ ખુબ કર્યાં હતા અને તેને પરિણામે અંગ્રેજીમાં તે છૂટથી વાતચીત કે ચર્ચો કરી શકતા અને સાહિત્યનાં અંગ્રેજી પુસ્તક વાંચીને સમજી શકતા. ગોંડળમાં અભ્યાસ કરવાની સાથે એકાદ વર્ષે તેમણે ત્યાંની ખેતી અને એન્જીનિયરિંગની શાળામાં એકાદ વર્ષ અભ્યાસ કર્યાં હતા જે પાછળથી તેમને જીવનમાં બહુ ઉપયાગી નીવડયો હતા. સેાળ વર્ષની વયે તે જૂનાગઢના દરખારી છાપાખાનામાં ૧૫ કારી એટલે પેાણાચાર રૂપિયાના માસિક પગારથી નાકરીમાં જોડાયા હતા. એ સમયે તેમણે ‘ મહેાખતિવર્ષ ' નામનું એક કાવ્ય લખ્યું અને છપાવ્યું, તેથી જૂનાગઢના વજીરનું ધ્યાન તેમના તરફ ખેં'ચાયું અને તે કૃપાને પરિણામે તેમના પગાર વધીને ૧૦ રૂપિયાના થયા. આ ઉત્તેજનથી તેમણે ‘સુમતિપ્રકાશ’ નામનું એક મંડળ સ્થાપ્યું જેમાં ધર્મ–નીતિના વિષયેાની ચર્ચા થતી. તે ઉપરાંત તેમણે ‘ જ્ઞાનદીપક ’ નામનું એક માસિક પત્ર પણ શરુ કર્યું. એ જ અરસામાં તેમણે ‘રાણકદેવી રા'ખેંગાર ’નું નાટક (સને ૧૮૮૪) લખ્યું અને કેટલાક મિત્રાની મદદથી ભજવ્યું. આથી સાં અને ન્યાતીલાઓમાં કાલાહલ જાગ્યા કે નાગરના છેકરા નાટકમાં વેશ ભજવે ? પાછળથી તેમણે એ નાટક દ્વારકાની એક નાટક કંપનીને આપી દીધું. શ્રી. ગિરધરલાલ માધવરાયે જુવાન રૂપશંકરની શક્તિ નિરખીને તેમને કાઠી રજવાડાઓ તરફ ખેચ્યા. હડાળાના દરબાર શ્રી વાજસુરવાળા અને લાઠીના ઢાકાર શ્રી સુરસિંહજી ( કલાપી )ની સાથે હિંદની મુસાફરીએ તે ગયા અને એ ગાઢ પરિચયે તેમને એ બેઉ રાજવીએના મિત્ર બનાવ્યા. સુરસિંહજી લાઠીની ગાદીએ ખેઠા પછી રૂપશંકરભાઈ લાઠીમાં રહેતા. ૯ કલાપીના સાહિત્ય દરબાર 'ના તે સઁચાલક અન્યા. સાહિત્યસંબંધ સિવાય લાઠીમાં નેકરી કરવાની તેમની ચ્છિા નહેાતી, છતાં સંયાગવશાત્ એમને
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy